ટેટી અને તરબૂચના સ્વાદ ખૂબ જ અલગ હોય છે. માટે ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો ટેટીની નહીં પરંતુ તરબૂચ ખાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ઉનાળામાં થતી બીમારીઓથી બચવા માટે ટેટી બેસ્ટ અને સસ્તો ઉપાય છે. આ પાચન માટે પણ હેલ્ધી છે સાથે જ તેના ફાયદા પણ ખૂબ જ વધારે છે.
તરબૂચની જેમ જ તેટીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તેના ઉપરાંત તેમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ જેમ કે બીટા-કેરોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન એ, સી, પોટેશિયમ, ફોલેટ વગેરે હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
એક રિપોર્ટ્ અનુસાર ટેટીમાં પાણીનું પ્રમાણ વધારે હોવાના કારણે તેને ઉનાળામાં ખાવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે.
ટેટીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા કે બીટા-કેરોટીન, વિટામિન સી હોય છે જે શરીરને ઓક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવવાનું કામ કરે છે. સાથે જ ક્રોનિક ડિઝીઝ થવાથી બચાવવામાં ખૂબ જ મદદ કરે છે.
આંખોને હેલ્ધી રાખવા માટે ટેટીનું સેવન કરવું જોઈએ. તેમાં વિટામિન એ હોય છે જે આંખોની રોશનીને વધારવા માટે જરૂરી છે. ઉંમર સાથે સંબંધિત મેક્યૂલર ડિજેનરેશન અને મોતિયાની સમસ્યા પણ તમને નહીં થાય જો તમે તેટીનું સેવન કરશો તો.
ઘણા ફળમાં એવા તત્વો હોય છે જે હાર્ટ હેલ્થને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખે છે. એવામાં ઉનાળામાં મળતા આ ફળમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશર લેવલને નોર્મલ રાખે છે. તેના સેવનથી કાર્ડિયોવેસ્કુલર હેલ્થ પણ સારી રહે છે અને હાર્ટ ડિઝીઝથી પણ તમે બચી રહો છો.
પાચનતંત્રને હેલ્ધી રાખવા માટે પણ તમે ઉનાળામાં તરબૂચનો ઉપયોગ કરી શકો છો. ઉનાળામાં મોટાભાગે ગમે તે ખાવાના કારણે પેટ ખરાબ થઈ જાય છે. તેમાં ફાઈબર વધારે હોવાથી ડાઈજેશન સારૂ રહે છે. કબજીયાત નથી થતી. કારણ કે આ રેગ્યુલર બાઉલ મૂવમેન્ટને પ્રમોટ કરે છે. જોકે તડબૂચનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું નહીં તો તમને ડાયેરિયા, બ્વોટિંગની સમસ્યા થઈ શકે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)