ચીકુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચીકુ ખાવાથી શરીરને કેટલાય જરૂરી પોષક તત્વો મળી રહે છે. ચીકુ વિટામિન અને મિનરલ્સથી ભરપુર ફળ છે. તેમાં વિટામિન B, વિટામિન C, વિટામિન E, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ , એન્ટી ઓક્સિડેન્ટ જેવા તત્વો સામેલ હોય છે. આ ફળને સવારે ખાલી પેટે ખાવાથી તમારી ત્વચા, હ્રદય, ફેફસા, હાડકાને ખુબ ફાયદો થાય છે.
ચીકુ આપણુ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબીત થાય છે. આ ફળથી કેંસર જેવા રોગનો પણ ખતરો ઘટે છે. જો તમે સવારે ઉઠી ખાલી પેટે ચીકૂ ખાવ છો તો તેના નીચે જણાવ્યા મુજબના ફાયદા થઈ શકે છે.
બ્લડ પ્રેશર
ચીકુમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. જેથી તે આપણા બ્લડ પ્રેશરને મેન્ટેન કરવામાં મદદરૂપ થાય છે. જેથી સવારે ઉઠીને ચીકુ ખાવાની સલાહ આપવામાં આવે છે.
ઈમ્યુનિટી
ચીકુમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન્સ તથા મિનરલ્સ હોય છે. જે આપણી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવાનું કામ કરે છે.
વજન
ચીકુથી મેટાબોલિઝમ મજબૂત થાય છે. જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે દરરોજ ખાલી પેટ બે-ત્રણ ચીકુ ખાવ છો તો તમારૂ વજન ઘટી શકે છે, એક્સ્ટ્રા ફેટ ઘટે છે.
પ્રેગ્નેંસી
ચીકુમાં ભરપુર માત્રામાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ જેવા જરૂરી પોષક તત્વો સામેલ હોય છે, જે ગર્ભમાં વિકસતા બાળક માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેથી ગર્ભવતી મહિલાએ ચીકુ જરૂરથી ખાવા જોઈયે.
પાચનતંત્ર
ચીકુમાં ફાઈબર હોય છે, જે લેક્સેટિવનુ કામ કરે છે. જેના કારણે ચીકુ ખાવાથી તમારી પાચનક્રિયા મજબૂત બને છે.
હાડકાં
ચીકુમાં કેલ્શિયમ સહિતના પોષક તત્વો હોવાથી ખાલી પેટ ચીકુ ખાવાથી આપણા હાડકાં મજબૂત બને છે.
કેન્સર
ચીકુમા એન્ટીકેંસર ગુણ હોય છે. જેથી આ ફળ બ્રેસ્ટ કેંસરના સેલ્સને વિકસતા રોકે છે. ચીકુના ફુલ પણ ફાયદાકારક હોય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)