5 દિવસ બાદ શુક્ર પોતાની ચાલમાં ફેરફાર કરશે. મેષ રાશિમાં ગોચર કર્યા બાદ બરાબર 3 દિવસ પછી શુક્ર અસ્ત થવા જઈ રહ્યો છે. મેષ રાશિમાં શુક્રના અસ્ત થવાથી કેટલીક રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા વરસશે. 28 એપ્રિલથી શુક્ર અસ્ત અવસ્થામાં ગોચર કરશે. મેષ રાશિમાં શુક્ર અસ્ત થવાથી કઈ રાશિઓ માલામાલ થશે તે ખાસ જાણો.
વૃષભ
મેષ રાશિમાં શુક્ર અસ્ત થવાથી વૃષભ રાશિના જાતકોને ખુબ ફાયદો થવાની શક્યતા છે. આ રાશિના લોકોની આવકમાં વધારો થવાનો છે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે. કોમ્પિટિશનની તૈયારી કરનારા લોકોને શુભ સમાચાર મળી શકે છે. કોઈ મિત્રની મદદથી જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગશે.
મિથુન
મેષ રાશિમાં શુક્રના અસ્ત થવાથી ધનુ રાશિના જાતકોને લાભ મળી શકે છે. આર્થિક પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે. બોસ અને કલીગ્સના સપોર્ટથી કરિયરમાં તમારા તમામ ટાસ્ક સારી રીતે પૂરા થશે. વિદેશ મુસાફરી કરો તેવી શક્યતા છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કન્યા
તુલા રાશિવાળા માટે શુક્રની આ બદલાયેલી ચાલ શુભ પરિણામ લાવશે. વર્ષોથી અટકેલા કામ પાર પડવા લાગશે. ધનલાભના પ્રબળ યોગ છે. સુખ શાંતિનો માહોલ રહેશે. શુક્રના શુભ પ્રભાવથી કરિયરમાં પ્રમોશનના ચાન્સ છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)