અક્ષય તૃતીયાના દિવસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. તે દિવાળી અને ધનતેરસની જેમ ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ તિથિને સ્વયંસિદ્ધ મુહૂર્ત કહેવામાં આવી છે. અક્ષય તૃતીયા પર ખાસ કરીને મા લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે.
જે આ વર્ષે શુક્રવાર, 10મે 2024ના રોજ છે.
લોકો આ દિવસે સોનું પણ ખરીદે છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે અક્ષય તૃતીયા પર એવો શુભ યોગ બની રહ્યો છે, જેમાં કેટલીક રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે.
10 મેના રોજ અક્ષય તૃતીયા પર ધન યોગ બની રહ્યો છે, જે 3 રાશિના લોકો માટે શુભ રહેશે અને તેમને ધનવાન બનાવશે. આ સાથે અક્ષય તૃતીયા પર ચંદ્ર અને ગુરુના વૃષભ રાશિમાં યુતિ થવાથી ગજકેસરી યોગ પણ બનશે. આ દિવસે મેષ રાશિમાં સૂર્ય અને શુક્રના સંયોગથી શુક્રદિત્ય યોગ પણ બનશે.
આ ઉપરાંત મંગળ અને બુધનો સંયોગ ધન યોગ બનાવશે, શનિ કુંભ રાશિમાં હોવાથી શશ યોગ અને મંગળ મીન રાશિમાં હોવાથી માલવ્ય રાજયોગ સર્જશે. આ રાશિઓને અક્ષય તૃતીયા પર આ યોગોથી ઘણો ફાયદો થશે, ચાલો જાણીએ આ રાશિઓ વિશે…
મેષ
મેષ રાશિના જાતકોને અક્ષય તૃતીયા પર બનેલા ધન યોગથી આર્થિક લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે. આ ઉપરાંત પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે. જમીન અને મકાનથી તમને લાભ મળી શકે છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે અક્ષય તૃતીયાનો દિવસ વરદાન સાબિત થશે. પૈસા, નોકરી અને વેપારમાં ઘણી પ્રગતિ થશે અને તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તમને ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણનો લાભ મળશે.
મીન
અક્ષય તૃતીયા પર બનેલા શશ યોગ અને માલવ્ય યોગને કારણે મીન રાશિના જાતકોને પૈસા અને સંપત્તિમાં લાભ મળવાની સંભાવના છે. તમારું માન અને સન્માન પણ વધશે. તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે અને સફળતા તમારા પગ ચૂમશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)