હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખુબ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે સોનુ ખરીદવાથી લઇ લગ્ન, સગાઇ અથવા કોઈ પણ શુભ કાર્ય કરવું ખુબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે લોકો સોના-ચાંદી અથવા લગ્ન સબંધિત કોઈ પણ શુભ કાર્ય કરે છે તો, એમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અક્ષય તૃતીયાને અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અખાત્રીજનો પર્વ દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના રોજ ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે અખાત્રીજ પર સુકર્મા યોગ સહિત ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ સંયોગોના બનવાથી અમુક રાશિઓને લાભ થઇ શકે છે. તો ચાલો આ ખબરમાં જાણીએ અખાત્રીજની તારીખ, શુભ મુહૂર્ત, કયા કયા સંયોગ બની રહ્યા છે અને કોને કોને લાભ થશે.
અક્ષય તૃતીયા ક્યારે છે
વૈદિક કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા વર્ષ 2024માં 10 મેના રોજ છે.
શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે 10મી મેના રોજ સવારે 4.17 કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 11મી મેના રોજ સવારે 2.50 કલાકે સમાપ્ત થશે. પૂજાનો શુભ સમય સવારે 5:33 થી બપોરે 12:18 સુધીનો રહેશે. આ શુભ સમય દરમિયાન તમે સોંંનુ અને ચાંદી ખરીદી શકો છો.
શુભ સંયોગ
અક્ષય તૃતીયાના દિવસે સોંનુ અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષના મતે અક્ષય તૃતીયાના દિવસે શુભ અને મંગલકારી સુકર્મા યોગ બની રહ્યો છે. સુકર્મા યોગ ઉપરાંત અનેક શુભ યોગો પણ રચાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુકર્મા યોગ બપોરે 12.08 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 11 મેના રોજ સવારે 10.03 વાગ્યે સમાપ્ત થશે.
આ દિવસે રવિ યોગ અને સુકર્મા યોગનો શુભ સંયોગ થશે. આ સમયે સોંનુ ખરીદવું ખૂબ જ શુભ રહેશે. તમને જણાવી દઈએ કે આ દિવસે રોહિણી અને મૃગાશિરા નક્ષત્રનો સંયોગ પણ થશે. ઉપરાંત, તૈતિલ અને કરણનું સંયોજન હશે. ગર કરણની પણ શક્યતા રહેશે. એટલે કે એકંદરે આ વર્ષની અક્ષય તૃતીયા સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ રહેશે.
આ રાશિના જાતકોને ફાયદો થશે
અક્ષય તૃતીયાના દિવસોમાં, શુભ સંયોગના કારણે, મેષ, મિથુન, કર્ક, તુલા અને મીન રાશિઓ માત્ર ચાંદી જ રહેશે. તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. વેપારમાં બમણો ફાયદો થઈ શકે છે. તમને મોટો સોદો મળી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)