હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે વૈશાખ માસ(ઉત્તર ભારત)ના કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ શનિ જયંતિનો પર્વ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો. શનિને કર્મફળ દાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ શનિની મહાદશા, સાડાસાતી અને ઢૈયા અથવા શનિ દોષનો સામનો કરવો પડે છે. વૈશાખ માસની અમાસની તિથિના દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી એમની શુભ દ્રષ્ટિ તમારા પર પડે છે. તો ચાલો જાણીએ શનિ જયંતિની યોગ્ય તિથિ, મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ.
ક્યારે છે શનિ જયંતિ 2024?
હિન્દુ પંચાંગ અનુસાર, વૈશાખ અમાસ 7 મેના રોજ સવારે 11 વાગ્યાને 40 મિનિટથી શરુ થઇ રહી છે, જે 8 મે સવારે 8 વાગ્યાને 51 મિનિટ પર સમાપ્ત થઇ જશે. એવામાં વૈશાખ માસની શનિ જયંતિ 7 મે 2024ના રોજ ઉજવાશે.
શનિ જયંતિ શુભ મુહૂર્ત
હિન્દુ પંચાંગ અનુસાર, શનિ જયંતિનું શુભ મુહૂર્ત 7 મેના રોજ સાંજે 5 વાગ્યાને 20 મિનિટથી રાતે 7 વાગ્યાને 1 મિનિટ સુધી છે.
શનિ જયંતિનું મહત્વ
શનિ જયંતિના દિવસે ભગવાન શનિની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય અથવા શનિની સ્થિતિ નબળી હોય તો શનિ જયંતિના દિવસે વ્રત રાખવું જોઈએ અને સરસવનું તેલ, કાળા તલ, વાદળી ફૂલ, શમીના પાન વગેરે અર્પણ કરવા જોઈએ. આનાથી શુભ ફળ મળે છે.
શનિ જયંતિ 2024 પૂજા પદ્ધતિ
શનિ જયંતિના દિવસે રોજના કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરવું. આ પછી, બ્લુ વસ્ત્રો પહેરીને શનિ મંદિરમાં જાઓ. તેની સાથે સરસવના તેલ સિવાય શમીના પાન, બ્લુ અપરાજિતાના ફૂલ વગેરે શનિદેવને અર્પણ કરો. આ પછી આરતી કરો. ધ્યાન રાખો કે શનિદેવની આંખોમાં ન જોવું. આ સાથે શનિ દોષથી રાહત મેળવવા માટે અડદ, સરસવનું તેલ, બદામ, ચંપલ, છત્રી, લોખંડ, કોલસો વગેરે વસ્તુઓનું દાન કરો.
શનિ મંત્ર
ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનાય નમઃ
ઓમ શં શનૈશ્ચરાય નમઃ
જ્યેષ્ઠ મહિનાની શનિ જયંતિ 2024 ક્યારે છે?
તમને જણાવી દઈએ કે વૈશાખ મહિનાની શનિ જયંતિ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ઉજવવામાં આવે છે. આ સાથે જ્યેષ્ઠ મહિનાની અમાસ તિથિએ પણ શનિ જયંતિ ઉજવવામાં આવે છે, જે ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે જ્યેષ્ઠ માસની શનિ જયંતિ 6 જૂન 2024ના રોજ ઉજવવામાં આવશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)