fbpx
Friday, January 10, 2025

માત્ર ઉનાળાની ઋતુમાં મળતું આ ફળ શરીર માટે અમૃત સમાન છે, જાણો તેના ફાયદા

ઉનાળામાં અનેક વનસ્પતિઓ થાય છે, જેમાં ગુંદા અનેક રીતે ગુણકારી અને ઉપયોગી છે. તે ભારતીય ચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યારે બજારમાં પણ ગુંદા મળવાની શરૂઆત થઈ ગઈ છે. ગૃહિણીઓ ગુંદા ખરીદી તેનું અથાણું બનાવે છે. આખું વર્ષ રહે તેવા અથાણાં બને છે. ગુંદાના અનેક ફાયદા છે. વાડી વિસ્તારમાં ગુંદીના ઝાડ પર ગુંદાના ફળ જોવા મળે છે. ગામડાના લોકો આ પાકેલા ગુંદા ખાવામાં પણ ઉપયોગમાં લે છે. જાણીએ ગુંદાના આયુર્વેદિક ફાયદાઓ વિશે.

ગુંદા કેવા હોય છે, તથા ક્યારે જોવા મળે?

વડગુંદાના ઝાડ 30થી 40 ફૂટ ઊંચા હોય છે, તેમાં ઘણી બધી ડાળીઓ હોય છે અને થડ 4થી 6 ફૂટ જાડા અને ભૂખરી છાલ હોય છે, તેના પાન 1થી 4 ઈંચ લાંબા હોય છે, જે શરદ ઋતુમાં ખરે છે. ગુંદાના પુષ્પ સફેદ ગુચ્છામાં અને ગુંદા પણ ગુચ્છામાં હોય છે. કાચા ગુંદા ચળકતા અને જાડી છાલના લીલાશ પડતા જે પાકે ત્યારે પીળાશ પડતા સફેદ થાય છે.

ચૈત્ર વૈશાખ માસમાં કાચા ગુંદા હોય છે અને વૈશાખ માસ બાદ જેઠ માસમાં તે પાકી જાય છે. આખા ભારત દેશમાં ગુંદાના ઝાડ થાય છે અને દરેક ઘરમાં ઉનાળાની ઋતુમાં અથાણામાં વપરાતા ગુંદા લગભગ સૌને ખ્યાલ હોય છે. ગુંદામાં વિશિષ્ટ પ્રકારની ચીકાશ રહેલી હોય છે, જે આયુર્વેદમાં ગુંદા શ્લેષ્માંતક તરીકે ઓળખાય છે.

ગુંદાના આયુર્વેદિક ફાયદા

ગુંદા કાચી કેરી સાથે અથાણા તરીકે બનાવાય છે. એટલે તે ખોરાક તરીકે પણ વપરાય છે. ચૈત્ર વૈશાખની ગરમીમાં તેનાથી પિત દોષ વિકૃત થાય છે. ગુંદાનો ઉપયોગ શરીરને ઠંડક આપે છે. આયુર્વેદ મુજબ ગુંદા કાચા હોય, ત્યારે મધુર, શીત, કડવા, રુચિકર, પિત્ત શામક કફનાશક અને રક્ત લોહીના વિકાર મટાડે છે. જ્યારે પાકા ફળ તરીકે મધુર, શીતળ, પુષ્ટિદાયક સ્તંભક છે.

આયુર્વેદમાં ઔષધ તરીકે ગુંદાનું ફળ, છાલ અને પાનનું વિવિધ રોગમાં ઉપયોગ બતાવ્યો છે. આમ આહાર અને ઔષધ તરીકે વપરાતા ગુંદાને યોગ્ય માત્રામાં વાપરવાથી ઔષધિય ગુણ મળે છે, તેનું વધાર પડતું ઉપયોગ નુકસાનકારક છે. તેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તથા ડોક્ટર કે, નિષ્ણાંતની સલાહ અચૂકપણે લેવી જોઈએ.

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles