વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે. દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મનોકામના પૂર્તિ માટે આ દિવસે વ્રત પણ કરવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશી કરે છે તેના જન્મો જન્મના પાપ દૂર થઈ જાય છે.
શાસ્ત્રોમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. આવી જ પવિત્ર અને ચમત્કારી વરુથિની એકાદશી 3 મે 2024 ના રોજ એટલે કે આજે ઉજવાશે. 3 મે અને શુક્રવારે દુર્લભ ઈન્દ્ર યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.
એકાદશીનું શુભ મુહૂર્ત
વરુથિની એકાદશી 3 મે એટલે કે આજે રાત્રે 11 કલાક અને 24 મિનિટથી શરૂ થશે 4 મે ના રોજ રાત્રે 8 કલાક અને 38 મિનિટે સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર એકાદશી 3 મેના રોજ ઉજવાશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે વરુથિની એકાદશીના દિવસે સવારે 11 અને 4 મિનિટ સુધી દુર્લભ યોગ બની રહ્યો છે. આ સિવાય એકાદશીની તિથિના રોજ રાત્રે 10 કલાક અને 7 મિનિટ સુધી પૂર્વાભાદ્રપદ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત કરવાથી અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)