કોકમનો શરબત ચહેરા પરની કરચલીઓ પણ દૂર કરે છે. કોકમના સિરપમાં પોલીફેનોલ્સ હોય છે. કોકમ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.
ઉનાળામાં ખૂબ ગરમી પડે છે. ગરમીના કારણે શરીર પર ખૂબ પરસેવો થાય છે. જેથી લોકો ઠંડા પીણા અથવા શરબત પીવાનું પસંદ કરે છે. કેટલાક લોકો કોકમનું શરબત પણ પીવે છે. આ શરબત સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે.
કોકમનું શરબત શરીરને ઠંડુ રાખે છે. આ ઉપરાંત કોકમ વાત,પિત્તને લગતી સમસ્યાઓથી રાહત આપતું ફળ છે. કોકમનું શરબત પીવાથી એસિડિટી ઓછી થાય છે. કોકમમાં એંજાઈમ ઈલાસ્ટેજ હોય છે. જેનાથી ત્વચાને ફાયદો થાય છે.
કોકમનો શરબત ચહેરા પરની કરચલીઓ પણ દૂર કરે છે. કોકમના સિરપમાં પોલીફેનોલ્સ હોય છે. કોકમ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.
કોકમના સિરપમાં ગાર્સીનલ એંજાઈમ હોય છે. જે કેન્સરના ખતરાથી બચાવે છે.ગાર્સીનલ એંજાઈમ કેંન્સર કોશિકાઓને નષ્ટ કરી દે છે. કોકમ શરીરમાં સેરોટોનિન હાર્મોનનો સ્રાવ વધારે છે. આ ઉપરાંત તે ચિંતા, તણાવ જેવી સમસ્યાઓનો ઓછી કરવાનું પણ કામ કરે છે.
કોકમ સિરપ ઠંડી તાસિર ધરાવે છે. જેથી તેનો ગરમીમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. કોકન સીરપ વિટામિન Cથી ભરપૂર હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)