સૂર્યપુત્ર શનિદેવની જયંતીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. શનિ જયંતિનો દિવસ સાડાસાતી, પનોતી અને ઢૈયાના પ્રભાવને દૂર કરવા માટે વિશેષ ગણાય છે. શનિદેવના ક્રોધથી બચવું હોય તો શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે. શનિ જયંતિ ના દિવસે શનિ દેવની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ સાથે જ કેટલાક ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષથી મુક્તિ મળે છે.
વર્ષ દરમિયાન શનિ જયંતિ બે વખત આવે છે. કેટલાક રાજ્યોમાં શનિ જયંતિ વૈશાખ મહિનાની અમાસના દિવસે ઉજવાય છે તો કેટલીક જગ્યાએ જેઠ મહિનાની અમાસના દિવસે શની જયંતિ ઉજવાય છે. આ વર્ષે વૈશાખ મહિનાની શનિ જયંતિ 8 મે ના રોજ ઉજવાશે. જ્યારે બીજી શનિ જયંતિ 6 જુને આવશે. આ બે તારીખોએ શનિ જયંતિ ઉજવવામાં આવશે.
શનિ જયંતિના દિવસે કેટલીક ભૂલ વ્યક્તિએ ક્યારેય કરવી નહીં. આ ભૂલ કરનાર વ્યક્તિ પર શનિદેવનો ક્રોધ તૂટી પડે છે. જો શનિ ક્રોધિત હોય તો વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ રહે છે વ્યક્તિને શારીરિક અને માનસિક કષ્ટ ભોગવવા પડે છે અને તેની સફળતામાં પણ બાધા આવે છે. જો તમારા જીવનમાં આમાંથી કોઈ એક સમસ્યા હોય તો સમજી લેજો કે શનિ દેવ તમારાથી નારાજ છે. શનિદેવના આ ક્રોધ થી બચવું હોય તો આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ. ખાસ તો શનિવાર અને શનિજયંતી હોય ત્યારે આ ભૂલ કરવી નહીં.
શનિદેવની પૂજામાં ક્યારેય તાંબાના વાસણનો ઉપયોગ કરવો નહીં. શનિદેવની પૂજામાં તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી તે નારાજ થાય છે.
શનિદેવની દ્રષ્ટિથી હંમેશા બચીને રહેવું જોઈએ. જ્યારે પણ શનિદેવની પૂજા કરો તો તેમની મૂર્તિની સામે ઊભા રહીને તેમની આંખમાં ક્યારેય ન જોવું.
શનિદેવની પૂજા કરો ત્યારે તમારું મુખ હંમેશા પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ.
શનિવાર કે શનિ જયંતિ હોય ત્યારે મીઠું, તેલ કે લોઢાની વસ્તુ ખરીદવી નહીં. આ દિવસે આ વસ્તુઓનું દાન કરી શકાય છે પરંતુ વસ્તુઓ શનિવાર કે શનિ જયંતી પહેલા જ ખરીદી લેવી.
શનિ સંબંધિત દોષથી બચવું હોય તો શનિ જયંતિ કે શનિવાર હોય ત્યારે માંસાહર અને મદિરા પાન કરવાનું ટાળવું. શનિવારે આ બે કામ કરવાથી જીવનમાં કષ્ટ વધે છે.
શનિદેવ ગરીબોના રક્ષક છે તેથી ક્યારેય અસહાઈ અને ગરીબ લોકોને પરેશાન કરવા નહીં સાથે જ તેમની સાથે કોઈ પણ પ્રકારનું છલ કરવું નહિ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)