અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓ સુખ-સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મી-નારાયણની વિધિવિધાન સાથે પૂજા કરે છે. જેથી ભગવાન લક્ષ્મી નારાયણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. કેટલાક એવા કામ છે. જે આ દિવસે ન કરવા જોઈએ.
અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. સાથોસાથ ઘરની ખરીદી તથા ભૂમિ પૂજન પણ કરી શકાય છે. આ દિવસ ગૃહપ્રવેશ માટે પણ ઉત્તમ છે. આ ઉપરાંત લગ્ન માટે પણ અક્ષય તૃતીયાનું મુહૂર્ત શુભ માનવામાં આવે છે.
અક્ષય તૃતીયાના દિવસે દાન અને દક્ષિણાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી. આ દિવસે આંગણે આવેલા વ્યક્તિને ક્યારેય ખાલી હાથે પાછો મોકલવો જોઈએ નહીં.
અક્ષય તૃતીયાના દિવસે એલ્યુમીનિયમ અથવા સ્ટીલના વાસણ ન ખરીદવા જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે વાસણ ખરીદવાથી રાહુનો પ્રભાવ વધે છે અને ઘરમાં ગરીબી આવે છે.
અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ન તોડવા જોઈએ. કારણ કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે. તેથી ગંદા હાથે તેને અડવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે. તેથી, આ દિવસે તુલસીના છોડને સાફ હાથ વડે જ અડવું જોઈએ.
અક્ષય તૃતીયાનો દિવસ ઘણો શુભ માનવામાં આવે છે. આ દિવસે માંસાહાર તથા દારૂંનું સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં દુ:ખ અને ગરીબી આવે છે.
અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ દિવસે મહિલાઓ સુખ-સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મી-નારાયણની વિધિવિધાન સાથે પૂજા કરે છે. જેથી ભગવાન લક્ષ્મી નારાયણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)