આપણા ખાન-પાનમાં મસાલા ઉપરાંત ઘણા પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ પાનથી રસોઇનો સ્વાદ વધે છે અને સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. તમે જોયું હશે કે ઘણા વ્યંજનોમાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાનમાં ઔષધિય ગુણોનો ભંડાર છુપાયેલો હોય છે. જાણકારોનું કહેવું છે કે દરરોજ 5-10 મીઠા લીમડાના પાન ચાવવાથી શરીરને કમાલના ફાયદા મળે છે. પેટના સ્વાસ્થ્ય માટે મીઠા લીમડાના પાન રામબાણ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં મીઠા લીમડાનો છોડ છે તો રોજ સવારે ઉઠીને આ પાનનું સેવન શરૂ કરી દો. તેનાથી સ્વાસ્થ્ય સારું રહેશે.
મીઠા લીમડાના પાનમાં પોષક તત્ત્વોનો ભંડાર હોય છે. આ નાના અમથાં પાન ઘણા પાવરફુલ એન્ટી ઓક્સિડેન્ટ્સ, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્સફરસ, આયરનથી ભરપૂર હોય છે. આયુર્વેદમાં પણ આ પાનને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવ્યાં છે. પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં આ પાન ખૂબ અસરકારક માની શકાય છે. મીઠા લીમડાના પાન શરીરનો સોજો ઓછો કરવામાં મદદ કરે છે. જેનાથી ક્રોનિક બીમારીઓથી બચવામાં સરળતા રહે છે. મીઠા લીમડાના પાનમાં મોટી માત્રામાં પ્લાન્ટ કંપાઉન્ડ હોય છે, જે શરીરને બીમારીઓથી બચાવે છે.
તમને જાણીને નવાઇ લાગશે કે, મીઠા લીમડાના પાન એલ્કલોઇડ, ગ્લાઇકોસાઇડ અને ફેનોલિક કંપાઉન્ડ્સથી ભરપૂર હોય છે. આ તત્ત્વ તમામ બેક્ટેરિયા અને વાયરસથી બચાવે છે. મીઠા લીમડાના પાનમાં ફાઇબરની સારી માત્રા હોય છે. આ પાનનું સેવન કરવાથી કોન્સ્ટિપેશનથી ઘણી રાહત મળી શકે છે. મીઠા લીમડાના પાન ફ્રી રેડિકલ્સથી બચાવવામાં અસરકારક માનવામાં આવે છે. આ પાન ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછો કરે છે અને કાર્ડિયોવેસ્કુલર હેલ્થને પણ બૂસ્ટ કરે છે. મીઠા લીમડાના પાનમાં ઘણા એસેંશિયલ ઓઇલ હોય છે. આ ઓઇલ શરીરનું ઇંફ્લેમેશન ઓછું કરે છે અને ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રુવ કરે છે.
ઘણા રિસર્ચમાં તે વાત સામે આવી છે કે, સુગરના દર્દીઓ માટે પણ મીઠા લીમડાના પાનનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઇ શકે છે. મીઠો લીમડો બ્લડ સુગર ઓછુ કરે છે અને ઇંસુલિન સેંસેટિવિટી ઇમ્પ્રુવ કરે છે.
બ્રેનની હેલ્થ માટે પણ આ ઔષધિય પાન ખૂબ જ કમાલ હોય છે. આ નાનાકડા પાન આપણી નર્વસ સિસ્ટમને પ્રોટેક્ટ કરે છે અને અલ્ઝાઇમર જેવી ડિજેનરેટિવ ડિસીઝથી બચાવે છે. આ પાનનું સેવન કરવાથી હાર્ટ ડિસીઝથી બચાવ કરવામાં મદદ મળે છે. જો તમે આ પાનનું નિયમિત સેવન કરશો તો શરીરને ફિટ અને હેલ્ધી રાખવામાં મદદ મળી શકે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)