હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો વધુમાં વધુ ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે. ત્યારે જો તમે પણ ઠંડક મેળવવા માટે ઠંડા પીણાનું સેવન કરવાનું પસંદ કરો છો. તો, ગરમીમાં સત્તુનો શરબત તમારી માટે બેસ્ટ છે.
આ દિવસોમાં લોકો ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે સત્તુ શરબત પી રહ્યા છે. તે ડિહાઇડ્રેશનથી પણ બચાવે છે.
સત્તુએ ખનિજોની ખાણ છે
બિહારમાં સ્થાનિક પીણા તરીકે શરૂ થયેલ સત્તુ હવે ભારતના વિવિધ પ્રદેશોમાં લોકપ્રિય બની રહ્યું છે. ખાસ કરીને, ઉનાળાની ઋતુમાં તેનો ઠંડો શરબત દરેકને ગમે છે. સત્તુમાં આયર્ન, સોડિયમ, ફાઈબર, મેંગેનીઝ, પ્રોટીન અને મેગ્નેશિયમ હોય છે. જેનો શરબત બનાવવા પાણીમાં થોડું મીઠું અને લીંબુ ઉમેરવામાં આવે છે, ત્યારે તે શરીરને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.
સત્તુના ફાયદા
સત્તુમાં ઠંડકની અસર હોય છે. ઉનાળામાં આ ખાવા-પીવાથી હીટ સ્ટ્રોક અને ડીહાઈડ્રેશન થતું નથી.
સત્તુનું શરબત પીવાથી પેટ અને શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)