મહર્ષિ વાલ્મિકી કૃત રામાયણમાં 5મો અધ્યાય સુંદરકાંડનો છે. હિન્દૂ ધર્મમાં સુંદરકાંડની ખૂબ જ માન્યતા છે. ભારતમાં સામાન્ય રીતે બધા જ ઘરોમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી ગૃહ કલેશ, ભૂત-પિશાચ, તંત્ર-મંત્ર જેવી બલાઓથી છૂટકારો મળે છે. સુંદરકાંડ ભગવાન હનુમાનની કથા છે, જે યુવાનો પણ ગાય છે.
પરંતુ શું તમને ખ્યાલ છે કે સુંદરકાંડને ‘સુંદર’ કેમ કહેવામાં આવે છે? રામાયણના આ અધ્યાયમાં ન તો રામ અને સીતાનું મિલન થયું હતું કે ન તો રાવણને હણાયો હતો. તો પછી આ અધ્યાયનું નામ સુંદર કેમ છે?
રામાયણમાં છે 7 અધ્યાય
રામાયણમાં કુલ 7 કાંડ છે. 1. બાલકાંડ, 2. અયોધ્યાકાંડ, 3. અરણ્યકાંડ, 4. કિષ્કિન્ધાકાંડ, 5. સુંદર કાંડ, 6. લંકાકાંડ અને 7. ઉત્તર કાંડ. 7 કાંડ લખનારા તુલસી દાસજીએ તેની માટે સોપાન શબ્દનો પ્રયોગ કર્યો હતો. વાલ્મિકીજીએ તેને કાંડ કહ્યા છે. સુંદરકાંડમાં હનુમાનજીની મુખ્ય ભૂમિકા છે અને તેના કારણે જ ભક્તોમાં તે ખૂબ જ પ્રચલિત છે. આમ તો રામ ચરિત માનસમાં કિષ્કિન્ધાકાંડથી જ હનુમાનજીનું આગમન થઇ જાય છે. સુંદરકાંડમાં 60 દોહા છે. શનિવાર અને મંગળવારના દિવસે સુંદરકાંડનો પાથ કરવો શુભ માનવામાં આવે છે.
જાણો કેમ કહેવાય છે સુંદર કાંડ
જ્યારે હનુમાનજી લંકા જાય છે, તો તેઓ માતા સીતાને અશોક વાટિકામાં જુએ છે. તેઓ આ દરમિયાન જ લંકા દહન કરે છે. રામાયણના આ જ અધ્યાયને સુંદર કાંડ કહેવાય છે. સંપૂર્ણ સુંદર કાંડમાં ‘સુંદર’ શબ્દ 8 વખત આવે છે. જે ભૂતલ પર હનુમાનજીએ પગ રાખીને છલાંગ લગાવી હતી, તેનું નામ ‘સુંદર’ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યારે હનુમાનજી વૃક્ષ પર બેસીને માતા સીતા સમક્ષ પ્રભુ શ્રી રામની મુદ્રિકા નાંખે છે, ત્યારે પણ મુદ્રિકા લખેલું રામ નામ પણ ‘સુંદર’ કહીને જ સંબોધવામાં આવે છે. આવું 8 વખત થાય છે. આ ઉપરાંત રાવણ દ્વારા સીતાનું હરણ કર્યા બાદ આ પ્રથમ વખત હતું, જ્યારે માતા સીતાને સકારાત્મક ‘સુંદર’ સંદેશ મળ્યો હતો. જેથી આ અધ્યાયને સુંદરકાંડ કહે છે.
‘આ દરમિયાન ભયંકર અભિમાની સમુદ્રનું પણ અભિમાન આ દરમિયાન જ ઓગાળી દેવામાં આવે છે, આ કારણથી પણ આ અધ્યાયને સુંદરકાંડ કહેવામાં આવે છે. એક કથા એ પણ છે કે રાવણની લંકા ત્રણ પર્વતોમાંથી એક ‘ત્રિકુટાચલ’ પર્વત પર સ્થિત હતી. જેમાંથી એક ‘સુંદર’નામના પર્વત પર જ અશોક વાટિકા હતી, જ્યાં માતા સીતાને રાખવામાં આવ્યા હતા. લંકાના આ જ સુંદર પર્વતમાં બનેલી અશોક વાટિકામાં માતા સીતા અને હનુમાનજી મળ્યા હતા, તેથી આ અધ્યાયને સુંદરકાંડ કહેવામાં આવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)