પૂરતી ઊંઘ ન લેવી તે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. તમે જાણીને ચોંકી જશો કે પૂરતી ઊંઘ ન લેવાના કારણે અનેક ભયંકર બીમારીઓ થઈ શકે છે. જેમાં તમારી સોચ વિચાર કરવાની શક્તિ પણ પ્રભાવિત થાય છે. જો તમે દરરોજ 5-6 કલાક ઊંઘ લો છો તો તમારું શરીર બીમારીઓનો સામનો નથી કરી શકતું. તમે ઓછી ઊંઘ લો છો તો તમે જલ્દી બીમાર પડી શકો છો. અમે તમને અપૂરતી ઊંઘથી શરીર પર કઈ ભયંકર આડઅસરો થાય છે તે જણાવવાનો પ્રયાસ કરીશું.
વિચાર કરવાની ક્ષમતા
જો તમે માત્ર એક જ દિવસ ઊંઘ નથી લેતા તો તેની અસર તમારી વિચાર કરવાની ક્ષમતા પર પડે છે. એક રિસર્ચ મુજબ રાત્રે ન ઊંઘવાના કારણે બ્રેન ફંક્સન જેમાં રિજનિંગ, ડિસીજન મેકિંગ, કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા પર અસર પડે છે.
ભૂલવાની સમસ્યા
મગજને પૂરતા આરામની જરૂર પડે છે પરંતુ જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો તેની અસર તમારી યાદ શક્તિ પર પડી શકે છે. જેથી ભૂલવાનો પ્રોબ્લેમ થઈ શકે છે.
કેન્સર
ઓછી ઊંઘ લેવાના કારણે બ્રેસ્ટ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે.
હૃદય
5 કલાકથી ઓછું ઊંઘવું અને 9 કલાકથી વધું ઊંઘવું આ બંને સ્થિતિ હૃદય માટે હાનીકારક છે. ઓછી ઊંઘ લેવાના કારણે કોરોનરી હાર્ટ ડિસીઝ શરુ થાય છે કે પછી સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.
સેક્સ હોર્મોન
જો તમે લાંબા સમય સુધી પૂરતી ઊંઘ નથી લેતા તો તેનાથી તમારું ટેસ્ટોસ્ટેરૉન લેવલ ઘટે છે. પાંચ કલાકથી ઓછી ઊંઘ લેવાના કારણે 10-15 ટકા સેક્સ હોર્મોન ઘટી જાય છે.
ડાયાબિટીઝ
અપૂરતી ઊંઘના કારણે ડાયાબિટીઝનો ખતરો રહે છે, જો તમારુ શરીર જાડુ હોય તો આ રિસ્ક વધી જાય છે.
વજન
રાત્રે 5 કલાકથી ઓછી ઊંઘ લેવાનાર કારણે વજન વધે છે. આ સમસ્યા યુવાન લોકોમાં પણ જોવા મળે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)