દર મહિનામાં બે એકાદશી આવે છે, જેને અલગ-અલગ નામેથી ઓળખવામાં આવે છે. વૈશાખ શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. એકાદશી કહેવામાં આવે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેવામાં આ દિવસે વ્રત કરવાથી અને વિધિપૂર્વક પૂજા કરવાથી તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે. તેવામાં આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને સમસ્ત મોહ અને બંધનોમાંથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં એક પછી એક પ્રગતિના દ્વાર ખુલતા જાય છે.
મોહિની એકાદશી વ્રત 2024 તિતિ અને શુભ મુહૂર્ત
હિન્દુ પંચાંગ અનુસાર, વૈશાખ શુક્લ પક્ષ એકાદશી તિથિનો આરંભ 18 મેએ સવારે 11 વાગીને 22 મિનિટે થશે, જ્યારે એકાદશી તિથિનું સમાપન 19મે 2024ના રોજ બપોરે 1 વાગીને 50 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર, મોહિની એકાદશી વ્રત 19 મે 2024ના રોજ રાખવામાં આવશે. મોહિની એકાદશીની પૂજા માટે શુભ મુહૂર્ત 19 મેના રોજ સવારે 7 વાગીને 10 મિનિટે બપોરે 12 વાગીને 18 મિનિટ સુધી રહેશે. મોહિની એકાદશીના પારણા 20 મેના રોજ સવારે 5 વાગીને 28 મિનિટે સવારે 8 વાગીને 12 મિનિટ વચ્ચે કરવામાં આવશે.
મોહિની એકાદશી વ્રતનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથન બાદ જ્યારે દેવ-દાનવોમાં અમૃતથી ભરેલો કળશ મેળવવા માટે વિવાદ થઇ ગયો હતો ત્યારે વૈશાખ શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવોને મોહિત કરી લીધાં હતાં અને તેમની પાસેથી અમૃતથી ભરેલો કળશ લઇને દેવતાઓને સોંપી દીધો હતો, જેને ગ્રહણ કરીને તમામ દેવતાઓ અમર થઇ ગયાં હતાં. કહેવામાં આવે છે કે ત્યારથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે.
મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યના પાપોનો અંત આવે છે. આ વ્રત રાખવાથી ઘણા જન્મોના પાપો પણ નષ્ટ થઇ જાય છે. તેથી લોકો આ વ્રત રાખે છે.
મોહિની એકાદશીનું વ્રત કરવાથી હજાર ગાયોના દાન, યજ્ઞો અને તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતનું પાલન અમોઘ ફળદાયી અને મોક્ષદાયી માનવામાં આવે છે.
મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મોહિની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
જે પણ વ્યક્તિ આ પવિત્ર દિવસે વિધિ-વિધાન સાથે વ્રત રાખે છે, જેના જીવનમાં બધું જ કલ્યાણ થાય છે.
જે ભક્ત આ દિવસે શ્રીહરિની વિધિ-વિધાનથી પૂજા કરે છે તેમને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મોક્ષના દ્વાર ખુલી જાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)