મેડમ (સ્કુલમાં) : એય અહિયાં આવ… થોડું કામ છે.
છોકરો (ગુસ્સા થી?) : મેડમ,
તમે પ્લીઝ મને મારા નામથી બોલાવ્યા કરો.
મેડમ : સારું, શું નામ છે તારું?
છોકરો : પ્રાણનાથ.
મેડમ : આ નામ રહેવા દે,
ઘરે તને બધા ક્યાં નામથી બોલાવે છે?
છોકરો : બાલમ.
મેડમ : ઓ હો, સોસાયટી વાળા ક્યા નામથી બોલાવે છે?
છોકરો (શરમાઈને) : સાજન કહે છે બધા મને.
મેડમ : છોડો એ બધું,
હું તને અટકથી બોલાવીશ, અટક શું છે બતાવ?
છોકરો : સ્વામી… મેડમ બેહોશ…
😅😝😂😜🤣🤪
પ્રેમી (પ્રેમિકાને) : રીપ્લાઈ કેમ નથી કરતી?
પ્રેમિકા : હાથમાં મહેંદી લગાવી છે,
તો રીપ્લાઈ કેવી રીતે કરું?
પ્રેમી : સારું,
હું હમણાં તારા ઘર પાસેથી જ પસાર થયો હતો,
મેં તો તને રસોડામાં જોઈ હતી,
સાચું કેમ નથી બોલતી કે બળેલી કડાઈને
ઈંટથી ઘસીને સાફ કરી રહી હતી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)