fbpx
Thursday, December 26, 2024

પૂજા કરતી વખતે કેટલીક ભૂલો કરવાથી બચો, જાણો પૂજાના નિયમો

સનાતન ધર્મમાં દરેક દિવસે સવારે સાંજે ભગવાનની પૂજા કરવાનું વિધાન છે. એવું કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. પૂજા કરવાના કેટલાક જરૂરી નિયમ હોય છે, જેનું ધ્યાન રાખવું આપણા માટે ખુબ જરૂરી હોય છે. જો આપણે એ નિયમોનું પાલન ન કરીએ તો આપણી પૂજામાં દોષ ઉત્પન્ન થાય છે. સાથે જ પૂજા પુરી માનવામાં આવતી નથી.

એનો ઉલ્લેખ જ્યોતિષ શાસ્ત્રમાં મળે છે. પૂજા દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

દરરોજ કરો મંદિરને સાફ

પૂજામાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નિયમિત રૂપથી પૂજા કર્યા પહેલા તમને સૌથી પહેલા દેવ સ્થાનને સાફ કરવું જોઈએ. એના માટે તમારે ધ્યાન રાખવું કે સૌથી પહેલા પોતાના ઘરમાં મંદિરમાંના ભગવાનને કોઈ સ્વસ્થ સ્થાન પર રાખો અને આખા મંદિરને પાણીથી સાફ કરો. જુના ફૂલોને હટાવી દો, ત્યાર બાદ પોતાના ભગવાનને સ્નાન કરાવી સ્થાને પર પાછા મુકો અને ફૂલોથી મંદિરને સજાવો.

આસન પર બેસીને જ પૂજા કરો

દરરોજ ધ્યાન રાખો કે તમારે આસન પર બેસીને જ પૂજા કરવાની છે. આસન વગર પૂજા શરૂ ન કરવી. શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે આસન વગર કે ઉભા રહીને પૂજા ન કરવી જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આસન દિવ્યતા પ્રદાન કરે છે.

પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરો

જ્યારે તમે પૂજા કરો છો, ત્યારે તમારે ધ્યાન રાખવું કે તમારે પૂજા દરમિયાન મંત્રોનો જાપ અવશ્ય કરો. કહેવાય છે કે મંત્રોના નિયમિત જાપ કરવાથી મંત્રો સિદ્ધ થવા લાગે છે, જેનાથી લાભ પણ મળે છે, પરંતુ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે મંત્રોનો ઉચ્ચાર એકદમ સાચો હોય. જો તમે તેનો યોગ્ય ઉચ્ચાર કરી શકતા હોવ તો જ મંત્રો વાંચો, અન્યથા નહીં.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles