ઉનાળાની ઋતુમાં કાકડીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. કાકડી વિટામિન એ, સી, કે, પોટેશિયમ, ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર હોય છે. કાકડીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક સાબિત થાય છે.
ગરમીની સીઝન ચાલી રહી છે. આ સીઝનમાં લોકો પોતાના સ્વાસ્થ્યને ફીટ રાખવા માટે પોતાની ડાયટમાં એવા પેય પદાર્થ અને ફુડ આઈટમ સામેલ કરે છે, જે ગરમીમાં તેમના શરીરને ઠંડુ બનાવી રાખે અને હાઈડ્રેટ રાખવામાં ખૂબ જ કારગર હોય.
ગરમીની સીઝનમાં આકરો તડકો, લૂથી બચવા માટે આપણે ગરમીની સીઝનમાં મળતા ફળ કાકડીનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં વિટામિન એ, સી, કે, પોટેશિયમ, ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે આપણને આકરા તડકા, લૂથી બચાવવાની સાથે આપણા શરીરને હાઈડ્રેટ રાખવામાં કારગર હોય છે.
કાકડી કોલેસ્ટ્રોલ, મોટાપા, બીપી, કિડની સ્ટોન માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તેના સેવનથી ત્વચા તથા વાળની સમસ્યામાંથી રાહત મળે છે. સાથે જ તે હાડકાને મજબૂત બનાવવામાં અને કબજિયાત દૂર કરવામાં કારગર છે.
કાકડીના ફળમાં ફાઈબર વધારે તથા કેલોરીની માત્રા ખૂબ જ ઓછી જોવા મળે છે. તો વળી પાણીની માત્રા 90 ટકા સુધી જોવા મળે છે. જે આપણા શરીરને હાઈડ્રેટ બનાવી રાખવામાં કારગર છે. તેને આપણે ભોજન સાથે સલાડ તરીકે અથવા તો કાચી પણ ખાઈ શકાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)