ગુંદાનું નામ તો તમે બધાએ સાંભળ્યું હશે, ઘણા લોકો તેનું અથાણું બનાવીને પણ ખાતા હોય છે. પણ આજે અમે આપને તેમાં છુપાયેલા ઔષધિય ગુણો વિશે વાત કરવાના છીએ. ગરમીમાં આવતા આ નાના એવા ફળમાં ફાઈબર, કેલ્શિયમ-ફોસ્ફોરસ-આયરન બધું જ હોય છે. તેનાથી ખાવાથી આખો દિવસ તાકાત બની રહે છે. ગુંદાની છાલ અને બિયારણ પણ ધાધર અને ખંજવાળથી છુટકારો અપાવી શકે છે.
ભારતમાં કેટલાય એવા ફળ છે, જે પોતાના ઔષધિય ગુણો માટે ઓળખાય છે. તેમાં કેટલાય પહાડી ફળ પણ સામેલ છે. આજે અમે આપને એક એવા ફળ વિશે વાત કરીશું. જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. અમે વાત કરી રહ્યા છીએ, ગુંદાની. જેને કેટલીય જગ્યાએ લસોડા અને નિસોરી પણ કહેવાય છે. આ ઉપરાંત તેને ઈંડિયન ચેરી પણ કહેવાય છે. આ ફળની સાઈઝ સોપારી જેવડી હોય છે.
ગુંદાનું સેવન અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમ કે અથાણું, ચૂરણ અથવા ભાજી તરીકે. આ ફળ ઉપરાંત તેના પત્તા અને ઝાડની છાલને પણ ઔષધિ તરીકે ઉપયોગ લેવામાં આવે છે. આ એક એવો છોડ છે, જેનો ઉપયોગ ખાંસી, દમા, સ્કિન એલર્જી, તાવ અને અન્ય રીતે શારીરિક તકલીફોમાં સારવાર કરવા માટે થાય છે. આવો જાણીએ તેના ઉપયોગ કેવી રીતે કરવો.
જો સાંધામાં દુખાવો અથવા સોજા જેવી સમસ્યા છે, તો તેની છાલનો ઉકાળો બનાવીને તેમાં કપૂર મિક્સ કરી દેવામાં આવે અને પછી આ મિશ્રણને સવાર સાંજ સોજા પર દુખાવાની જગ્યા પર માલિશ કરો. આ ઉપરાંત ગુંદાના ઝાડની છાલને પીસીને સોજાવાળી જગ્યા પર લેપ તરીકે લગાવી શકો. તેનાથી આપને ઘણો ફાયદો મળશે.
જો ગળામાં ખરાશ અથવા ખાંસી જેવી સમસ્યા છે, તો ઉકાળો બનાવીને પી શકશો. ઉકાળો બનાવવા માટે ગુંદાને પાણીમાં ઉકાળીને પી શકો. આ ઉપરાંત આ ઝાડની છાલને પણ પાણીમાં ઉકાળીને ચાળીને પી શકશો. જો આપનું ગળું ખરાબ છે તો તેનો ઉકાળાથી આપને ખૂબ જ રાહત મળશે.
ધાધર, ખરજવું અથવા ખંજવાળ જેવી સમસ્યાથી છુટકારા માટે ગુંદાના બિયારણ ખૂબ જ ઉપયોગી છે. ગુંદાના બિયારણને પીસી લો અને પેસ્ટની માફક ખંજવાળવાળી જગ્યા પર લગાવો. આજે પણ કેટલીય જગ્યાએ ગુંદાનો ઉપયોગ દવા તરીકે થાય છે.
ગુંદામાં ન ફક્ત પ્રોટીન હોય છે, પણ તેમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયરન, ફોસ્ફોરસ અને કેલ્શિયમ હોય છે. જે શરીરને કેટલાય પ્રકારના ફાયદા પહોંચાડે છે. કાચા ખાવા ઉપરાંત ગુંદાને સુકવીને ખાઈ શકાય છે. તેનાથી શરીરને તાકાત મળે છે. જેનાથી આખો દિવસ તમે એક્ટિવ રહેશો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)