મધ્ય પ્રદેશના બુંદેલખંડમાં એક અનોખી શાકભાજી જોવા મળે છે. જે જોવામાં તરબૂચ જેવી દેખાય છે પણ આકારમાં ખૂબ નાની હોય છે. આયુર્વેદમાં તેને ઔષધિનો ભંડાર કહેવામાં આવે છે. આ શાકભાજી ખાસ કરીને પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત ડાયાબિટીઝમાં પણ અસરકારક માનવામાં આવે છે. જાણીએ આ શાકભાજીના ફાયદા વિશે…
મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં ઉગતી આ શાકભાજીને કચરી કહેવામાં આવે છે. ગુજરાતમાં તેને કોઠીંબા કહેવાય છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનો સ્વાદ હળવો તીખો હોય છે, પણ તેનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તે પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે. આ ઉપરાંત ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદગાર છે.
જે વ્યક્તિ ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલથી પીડિત છે, તેવા દર્દીને કોઠીંબાનું સેવન કરવું જોઈએ. સેવન કરવાથી તેમની બોડીમાં હંમેશા બનતા દુખાવાની ફરિયાદ દૂર થઈ જશે. આ ઉપરાંત ડાયાબિટીઝના દર્દી માટે આ શાકભાજી લાભકારી માનવામાં આવે છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
કોઠીંબામાં એન્ટીઓક્સિડેંટની ભરપૂર માત્રા હોય છે. જે શરીરની ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થાય છે. તેનાથી બીમારીઓનો ખતરો ઓછો થાય છે. એટલું જ નહીં તેમાં શાનદાર પ્રોટીન જોવા મળે છે. જે મસલ્સને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી શરીરને પણ મજબૂતી મળે છે.
કોઠીંબાને શક્કરટેટી અને કાકડીના પરિવારનું માનવામાં આવે છે. આયુર્વેદમાં કોઠીંબાને મૃગાક્ષી કહેવાય છે, જે પિત્ત અને વાત નાશક શાકભાજી છે. આ શાકભાજુ જૂનામાં જૂની શરદીને જડમૂળમાંથી ખતમ કરવામાં કારગર ઔષધિ માનવામાં આવે છે.
કોઠીંબાને સુકવીને તેનું ચૂર્ણ બનાવામાં આવે છે. જે પેટ માટે ફાયદાકારક છે. તે ઉપરાંત આ શરીરને કબજિયાત અને અપચાથી બચાવે છે. તેમાં પ્રોટીનની સાથે સાથે વિટામિન સી પણ જોવા મળે છે. જે શરીરને બીમારીઓથી દૂર રાખે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)