કેટલીકવાર સખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિ પૈસા કમાઈ શકતો નથી, તો કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે, પૈસા આવે છે, પરંતુ ખર્ચ કે દેવું વધી જાય છે કે, આ ઉપરાંત તેમાથી બચત બિલકુલ થતી નથી. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ આવે તો તેમાથી બહાર નિકળવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી તમે ધનની પ્રાપ્તિ કરી શકો છો. અને સાથે સાથે દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો. આવો આજે ધન પ્રાપ્તિ માટેના ઉપાય જાણીએ.
ગાયને રોટલી ખવડાવવી
ગુરુવારના દિવસે લોટમાં થોડી હળદર મિક્સ કરીને તેમાંથી રોટલી બનાવો અને તે ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થશે, તેમજ તેની સાથે સાથે ઘરમાં પૈસા પણ ટકશે અને ખર્ચ પણ ઓછો થશે.
મહાલક્ષ્મીની પૂજા કરો
હિંદુ ધર્મમાં શુક્રવારને દેવી લક્ષ્મીની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે તમારે ધનના દેવી મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ, અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા કૃપા કરશે.
હનુમાનજીને ભોગ લગાવો
આર્થિક સમસ્યાથી છુટકારો મેળવવા માટે પીપળના પાન પર રામ લખીને હનુમાન મંદિરમાં રાખીને આવી જાવ. તેમજ આ સાથે હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ પણ અર્પણ કરો. આવુ કરવાથી હનુમાનજી પણ તમારા પર પ્રસન્ન થશે.
ધન લાભ માટે
ધન પ્રાપ્તિ માટે તમારે વિધિ વિધાનપુર્વક કનકધારા સ્તોત્રનો નિયમિત પાઠ કરવો જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી તો પ્રસન્ન થશે જ, સાથે સાથે આર્થિક લાભની પ્રબળ તકો પણ ઊભી થશે.
આસોપાલવના ઝાડના મૂળનો ઉપાય
શુક્રવારના દિવસે આસોપાલવના ઝાડના મૂળ લાવીને તેને પૈસાની જગ્યાએ અથવા ઘરની તિજોરીમાં મુકી દો. જેથી ઘરમાં પૈસાની કમી નહીં રહેશે. પૈસા આવતા રહેશે અને બચત પણ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)