શનિની સાડાસાતી અને ઢૈયાનું નામ સાંભળીને બધા ડરી જાય છે. કારણ કે શનિદેવની ઢૈયા અને સાડાસાતી ખુબ ખતરનાક માનવામાં આવે છે. હા, શનિદેવની સાડાસાતી અને ઢૈયાથી બચવા લોકો ઘણા ઉપાયો કરે છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિદેવની ઉપાસના કરવામાં આવે છે. સાથે જ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મેળવવા માટે સૌથી સારો દિવસ શનિ જયંતિ છે.
આ દિવસે શનિદેવની વિધિ વિધાનથી પૂજા કરવાથી સાડાસાતી અને ઢૈયામાંથી મુક્તિ મળી શકે છે. સાથે જ જીવનમાં સુખ શાંતિ પણ બનેલી રહે છે. તો આ ખબરમાં જાણીએ કે શનિ જયંતિ ક્યારે છે, શુભ મુહૂર્ત સાથે જ એવા કેટલાક ઉપાય જેનાથી સાડાસાતી અને ઢૈયામાં રાહત મેળવી શકાય.
ક્યારે છે શનિ જયંતિ
દ્વિક પંચાંગ અનુસાર, શનિ જયંતિ જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાસ(ગુજરાત વૈશાખ અમાસ)ના દિવસે ઉજવાય છે. જેઠ અમાસની તિથિ શરૂઆત 5 જૂન 2024 બુધવારના દિવસે સાંજે 7 વાગ્યાને 50 મિનિટ પર થઇ રહી છે. ત્યાં જ સમાપ્તિની વાત કરીએ તો બીજા દિવસે 6 જૂન, સાંજે 6 વાગ્યાને 7 મિનિટ પર થશે. ઉદયા તિથિ અનુસાર, શનિ જયંતિ 6 જૂનના રોજ ઉજવાશે. જ્યોતિષ અનુસાર, શનિ જયંતિના દિવસે ધૃતિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ રહેશે. જેના કારણે શનિ જયંતિનું મહત્વ વધી જાય છે.
શનિ જયંતિના ઉપાય
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવની કૃપા મેળવવા માટે શનિ જયંતિ દિવસે વ્રત રાખો. સાથે જ વિધિ વિધાનથી શનિની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ શનિદેવ પર સરસવનું તેલ અને કાળા તલ અર્પિત કરો. માન્યતા છે કે એવું કરવાથી જીવનમાં ખુશી આવે છે. સાથે જ સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થાય છે.
જ્યોતિષ અનુસાર, જે લોકોની કુંડળીમાં શનિની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે, એવા લોકોએ શનિદેવના મંત્રોનો જાપ કરવો જોઈએ. સાથે જ સાંજના સમયે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી સાડાસાતી અને ઢૈયામાંથી રાહત મળે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)