તુલસીના છોડનું એટલું જ ધાર્મિક મહત્વ છે, જેટલું આયુર્વેદિક મહત્વ છે. તેના પાંદડા એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ થશે કે તુલસીના બીજ પણ એટલા જ ઉપયોગી છે.
તુલસીના બીજ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તુલસીના બીજમાં એન્ટીઓક્સીડેન્ટની સાથે મેગ્નેશિયમ, કેલ્શિયમ અને મલ્ટીવિટામીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય ઉનાળામાં તે એનર્જી ડ્રિંકની જેમ કામ કરે છે. તેનું સેવન કરવાથી શરીરને પર્યાપ્ત માત્રામાં એનર્જી મળે છે.
તુલસીના બીજમાં કુદરતી રીતે ડિટોક્સિફિકેશન ગુણ હોય છે, જે શરીરમાં રહેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે.
તુલસીના બીજ તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. કારણ કે તુલસીના બીજમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વો શરીરમાં તણાવ ઓછો કરવામાં મદદરૂપ છે. આવી સ્થિતિમાં એક ગ્લાસ પાણીમાં તુલસીના બીજ ઉમેરીને સવારે તેનું સેવન કરવાથી આરામ મળે છે. સાથોસાથ તણાવ પણ ઓછો થાય છે.
તુલસીના બીજ કુદરતી રીતે ઠંડક આપે છે. તુલસીના બીજમાં રહેલા ફાયદાકારક તત્વો એસિડિટીને શાંત કરે છે અને પેટની બળતરાથી રાહત આપે છે. પાચન પ્રક્રિયાને સંતુલિત રાખવામાં મદદ કરે છે, તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી જીરું અને 25 ગ્રામ તુલસીના દાણાને પલાળી રાખો અને દરરોજ સવાર-સાંજ પીવાથી ચહેરા પરની શુષ્કતાની સમસ્યા દૂર થાય છે. સાથોસાથ ચહેરા પર ચમક લાવે છે.
તુલસીના બીજને હંમેશા પલાળી રાખ્યા પછી જ ઉપયોગમાં કરવો જોઈએ. શિયાળા અને ઠંડીની ઋતુમાં તેનો ઉપયોગ કરશો નહીં. કારણ કે તેની હાનિકારક અસરો થઈ શકે છે. તેવી જ રીતે ગર્ભવતી મહિલાઓએ પણ તુલસીના બીજનું સેવન ન કરવું જોઈએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)