એક રવિવારે બગીચામાં લપસણી ખાતા ખાતા
ટેણી તુષાર ગબડી પડ્યો અને એને ડાબો હાથ છોલાઈ ગયો.
ઘા એટલો મોટો હતો કે
ડોક્ટર એના હાથે પાટો બાંધવાની તૈયારી કરવા લાગ્યા.
આ જોઇને તુષાર ટેણી કહે છે : ડોક્ટર,
પાટો બાંધવાના હો તો મારા જમણા હાથ પર બાંધજો.
‘કેમ ? તને તો ડાબા હાથ પર વાગ્યું છે.
હા, ડોક્ટર, પણ તમે અમારી નિશાળના છોકરાઓને
ઓળખતા નથી.
એ મારા બેટાઓ જે હાથ પર પાટો બાંધ્યો હોય
ત્યાં જ દુખાડ્યા કરવાના !
😅😝😂😜🤣🤪
નાનકડો બંટી પહેલી જ વાર સ્કૂલે ગયો હતો.
એ પાછો આવે એની રાહ જોતા એની મમ્મી બેસી
રહી હતી, છેવટે સ્કૂલબસ આવી.
બંટી દફતર સાથે ઊતર્યો અને ઘરમાં આવ્યો.
મમ્મીએ ઉત્સાહથી પૂછ્યું, બંટી બેટા,
આજે સ્કૂલમાં શું ભણાવ્યું ?
બંટી દફતર પછાડતા બોલ્યો,
ખાસ કંઈ ભણાવ્યું નહીં… કાલે ફરીથી જવું પડશે !
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)