fbpx
Friday, January 10, 2025

આ શાકભાજી ગરમીથી રાહત આપશે, હીટ સ્ટ્રોકથી બચાવશે, શરીરને હાઇડ્રેટેડ રાખશે

ગરમીમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખતા હોય છે. જેમાં ખોરાક પણ શરીરને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે અમે એવા શાકભાજી વિશે માહિતી લાવ્યા છીએ, જે શરીરને હાઈડ્રેટ રાખશે અને ઠંડક આપશે.

ઉનાળાની ઋતુમાં ઠંડા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધી આવા શાકભાજી પૈકીની એક છે. દૂધીમાં પાણીની માત્રા સૌથી વધુ હોય છે. દૂધી ખાવાથી મોટાપો ઓછો થાય છે. તેનો રસ પિત્ત અને કફની સમસ્યામાં રાહત આપે છે.

ચૌલાઈની ભાજી લાલ ગ્રીન્સ તરીકે પણ  ઓળખાય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. ઉનાળાની ઋતુમાં તેનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી આંખોનું તેજ વધે છે.

ઉનાળાની ઋતુમાં પાલકની ભાજીનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તે શરીરમાં હિમોગ્લોબિન વધારવાનું કામ કરે છે. તે ઉનાળામાં પ્લેટલેટ્સની ઉણપની સમસ્યાને પણ દૂર કરે છે.

તુરીયા સૌથી વધુ લોકપ્રિય શાકભાજી છે. ઉનાળામાં તેને ખાવાના ઘણા ફાયદા છે. તુરીયાનું શાક વજન ઘટાડવામાં કામ કરે છે. તે કબજિયાતમાં રાહત આપે છે. આ શાકભાજીમાં વધુ માત્રામાં પાણી હોય છે. જેથી તે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.

કારેલાનું શાક દરેક જણને શાક ગમતું નથી. પરંતુ તેનું સેવન કરવાના ઘણા ફાયદા છે. તે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ઉનાળામાં તેનું સેવન ફાયદાકારક છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles