પેટ ફૂલવા પર તમને પેટ ભરેલું લાગે છે અને કંઈ ખાવાનું મન કરતું નથી. કંઈક ખાવ એટલે પેટ જલ્દી ભરાય જાય છે. તેના ઘણા કારણ હોઈ શકે છે, જેમ કે પાચનતંત્ર નબળું હોવો, ગેસ બનવો, કબજીયાત, IBS એક જૂનો પાચન સંબંધી વિકાર અને કોઈ દવાઓ.
પેટ ફૂલવાની સમસ્યાથી તમને પરેશાની થઈ શકે છે પરંતુ તે સામાન્ય રીતે ગંભીર હોતું નથી. પરંતુ જો તમને પેટ ફૂલવાની સાથે-સાથે અન્ય લક્ષણ પણ અનુભવાય છે જેમ કે દુખાવો, મળમાં લોહી કે ઉલ્ટી થવી તો કોઈ આંતરિક સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
પેટના સોજાનો રામબાણ ઈલાજ
આદુ
આદુને તેના પાચન ગુણો માટે ઓળખવામાં આવે છે, આદુ ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા ઘટાડવામાં મદદ કરી શકે છે. આદુનું પાણી કે આદુવાળી ચા પીવાથી તમને જલ્દી ફાયદો થશે.
ફુદીનો
આ જડીબુટ્ટી તમારા પાચનતંત્રને આરામ આપે છે અને પેટ ફૂલવાનું ઘટાડી શકે છે. તેથી તે માટે ફુદીનાનો ઉકાળો, ચા કે ગરમીના દિવસમાં ફુદીના અને લીંબુનું પાણી પી શકો છો.
દહીં
દહીમાં રહેલ પ્રોબાયોટિક્સ આંતરડાના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે, જે પેટ ફૂલવાનું ઘટાડી શકે છે. ગરમીમાં પેટ અને શરીરને ઠંડુ રાખવા અને પાચનને સારો બનાવવા માટે દહીં સારો ઉપાય છે.
કેળા
પોટેશિયમથી ભરપૂર કેળા તરલ પદાર્થોના સંતુલનને બનાવી રાખવા અને શરીરમાં જાણી જમા થવાનું ઘટાડવામાં મદદ કરી શકે છે. તેનાથી શરીરને તત્કાલ ઉર્જા મળે છે અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
વરિયાળી
વરિયાળી ચાવવાથી કે વરિયાળીની ચા પીવાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ સ્નાયુઓને આરામ મળે છે અને પેટ ફૂલવામાં રાહત મળે છે. તે પેટને ઠંડુ અને પાચન સારૂ બનાવવા માટે ઉપયોગી છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)