fbpx
Monday, October 28, 2024

બાળકને સફળ બનાવવું હોય તો આ આદતો શીખવો, ક્યાંય નહીં કરે પાછીપાની

આચાર્ય ચાણક્ય મહાન વિદ્રાન હતા આ સાથે સાથે શાહી સલાહકાર, શિક્ષક, માર્ગદર્શક અને અર્થશાસ્ત્રી પણ હતા. તેમણે એક ગ્રંથ લખ્યો છે જેનું નામ છે ચાણક્ય નીતિ. તેમાં જીવનની રાહને સરળ બનાવવાના ઘણા ઉપાય કહો કે શિખામણ આપવામાં આવી છે. તેમાં ચાણક્યએ પણ જણાવ્યું છે કે કઇ આદતોથી સફળ બની શકાય છે. આવો જાણીએ… 

લક્ષ્ય ન ભૂલો

ચાણક્ય નીતિ અનુસાર બાળકો અને વિદ્યાર્થીઓએ તેમના ધ્યેય વિશે ક્યારેય ભૂલવું ન જોઈએ, તેમને હંમેશા તેને ગંભીરતાથી લેવું જોઈએ. ધ્યેય પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ સખત મહેનત કરવી જોઈએ, તો જ જીવનમાં સફળતાનો માર્ગ સરળ બનશે અને ભવિષ્ય સારું રહેશે.

જીવન જીવવાની રીત

બાળકોએ તેમનું જીવન વ્યવસ્થિત રીતે જીવવું જોઈએ. ચાણક્ય નીતિ અનુસાર દરેક વસ્તુ માટે એક નિશ્ચિત સમય હોવો જોઈએ, જેમ એક સંત હંમેશા પોતાના ધ્યાન માં મગ્ન રહે છે, તેવી જ રીતે બાળકોને પણ શિક્ષણ મળવું જોઈએ.

સવારે જલદી ઉઠવું

ચાણક્ય નીતિ અનુસાર બાળકોને બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ સમય વાંચન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે વાંચેલી વસ્તુઓ ઝડપથી યાદ રહે છે. ઉપરાંત આ સમયે માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે.

સમયનો સદ ઉપયોગ

બાળકોને કયા સમયે શું કરવું તે શીખવું ખૂબ જ જરૂરી છે, તો જ સફળતા પ્રાપ્ત કરવી સરળ બનશે. જો વિદ્યાર્થીઓ પોતાનું કામ સમયસર કરે તો તેમની સફળતા મળવાની શક્યતા ઘણી વધી જાય છે.

સારું ખાનપાન

વિદ્યાર્થીએ હંમેશા પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ. આનાથી શરીર સ્વસ્થ રહે છે અને સફળતા મેળવવા માટે સૌથી મહત્વ વસ્તુ સ્વસ્થ્ય શરીર છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles