દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એમની પાસે ક્યારેય ધનની સમસ્યા ન થાય અને માતા લક્ષ્મી હંમેશા એમના ઘરે વાસ કરે. સાથે જ એમની કૃપા હંમેશા ભક્તો પર બનેલી રહે, કારણ કે માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે અને જે વ્યક્તિ પર એમની કૃપા હોય છે, તે વ્યક્તિ માનવ જીવનના દરેક સુખ ભોગવે છે. જો તમે પણ ઈચ્છો કે તમારા પરિવાર પર પણ ઘન સંકટ ન આવે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો એના માટે તમારે તમારા ઘરમાં અમુક વસ્તુઓ રાખવી જોઈએ.
શ્રીફળ (નાળિયેર)
જો તમારા ઘર પર હંમેશા માતા લક્ષ્મીની કૃપા રાખવા માંગો છો 6તો પોતાના ઘરમાં શ્રીફળ (નાળિયેર) લાવી જરુર રાખો. ઘરમાં નાળિયેરનું હોવું ખુબ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે એના ઘરમાં હોવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે કારણ કે શ્રીફળમાં ત્રિદેવનો વાસ માનવામાં આવે છે.
ઘરના મંદિરમાં રાખો સોના ચાંદીના સિક્કા
ચાંદીના સિક્કા ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મંદિરમાં સોનાના સિક્કા રાખી એમની રોજ પૂજા કરે છે અને ત્યાર બાદ ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધિ લક્ષ્મે નમઃ નો કપ કરે છે તો એમના ઘર તરફ લક્ષ્મી આકર્ષિત થાય છે. એવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા પણ બનેલી રહે છે.
ગોમતી ચક્ર
ગોમતી ચક્રને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, જો 11 ગોમતી ચક્રને ઘરે લાવીને, પીળા કપડામાં બાંધીને, દેવી લક્ષ્મીને અર્પિત કરવામાં આવે છે અને તિજોરીમાં રાખવામાં આવે છે, તો ઘરની સમૃદ્ધિ વધે છે અને દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે.
ઘરમાં જરૂરી છે એક યંત્ર
જો તમે ઘરમાં ગોમતી ચક્ર રાખતા હોવ તો તમારે તેની સાથે શ્રીયંત્ર પણ રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી સિવાય 33 અન્ય દેવી-દેવતાઓના ચિત્રો પણ શ્રી યંત્રમાં બનેલા હોય છે. જેના કારણે આપણને દેવી લક્ષ્મીની સાથે તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે, તેથી તમારા ઘરમાં શ્રીયંત્ર રાખો.
કાચબો
સનાતન ધર્મમાં કાચબાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેનો સંબંધ આર્થિક સમૃદ્ધિ સાથે છે. બીજી તરફ, જો તમે તમારા ઘરમાં ધાતુનો બનેલો કાચબો રાખવા માંગો છો, તો તે તમને આર્થિક લાભ આપે છે અને તમારા વ્યવસાય અને નોકરીમાં પણ વધારો કરે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)