લેમન ગ્રાસની સુગંધ આખા ઘરના વાતાવરણને તાજગીભરી બનાવે છે. મૂડને સુધારવા ઉપરાંત લેમન ગ્રાસ તમારા સ્વાસ્થ્યથી લઈને તમારી ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક છે, તો ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
લેમન ગ્રાસમાં એવા પ્રાકૃતિક ગુણો છે જે તમને તાજગીનો અહેસાસ કરાવવા સાથે તમને ઘણા ફાયદા પણ આપી શકે છે. તેને તમારા ઘરમાં પણ સરળતાથી ઉગાડી શકાય છે. ચાલો જાણીએ કે લેમન ગ્રાસના ફાયદા શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
તમારા મૂડને સુધારશે : તમારા મૂડને સુધારવા માટે તમે લેમન ગ્રાસનો ઉપયોગ કરી શકો છો. તેની સુગંધથી ઉનાળામાં માથાના દુખાવામાં રાહત મળે છે. તમે તેને ઓઈલ ડિફ્યુઝરમાં નાખીને તેના તેલનો ઉપયોગ કરી શકો છો. આ તમારા ઘરમાં એક સુંદર સુવાસ ફેલાવશે.
રોગપ્રતિકારક શક્તિ : તમે લેમન ગ્રાસ ટી બનાવીને પી શકો છો. એક કપ ગરમ લેમન ગ્રાસ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ એક સ્વાદિષ્ટ રીત છે.
પાચન સંબંધી સમસ્યાઓ : લેમનગ્રાસ પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. લેમન ગ્રાસ ટી પાચનમાં સુધારો કરે છે અને સામાન્ય પાચન સમસ્યાઓ જેમ કે પેટ ફૂલવું, ખાધા પછી અસ્વસ્થતા અનુભવવી વગેરેથી રાહત આપે છે.
ત્વચા માટે ફાયદાકારક : લેમન ગ્રાસ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. જે લોકો પિમ્પલ્સ અને તૈલી ત્વચાથી પરેશાન છે તેઓને તેમની સ્કીન કેર માટે દિનચર્યામાં લેમન ગ્રાસનો સમાવેશ કરવો જોઈએ. તે એન્ટીબેક્ટેરિયલ છે અને કુદરતી ક્લીન્સરનું કામ કરે છે. તમે આ પાણીથી તમારો ચહેરો ધોઈ શકો છો અથવા તેને પીસીને ફેસ પેક તરીકે લગાવી શકો છો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)