વૈદિક પંચાંગ અનુસાર, વટ સાવિત્રીનું વ્રત જ્યેષ્ઠ માસની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે વટ સાવિત્રીનું વ્રત 6 જૂન 2024ના રોજ ગુરુવારે ઉજવવામાં આવશે. સાથે જ આ દિવસે જ્યેષ્ઠ અમાવસ્યાની સાથે શનિ જયંતિ પણ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, 6 જૂનનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવશે.
જ્યોતિષ શાસ્ત્રમાં વટ સાવિત્રીના દિવસે કેટલાંક ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી પતિની ઉંમરમાં વૃદ્ધિ થાય છે. સાથે જ વૈવાહિક જીવન ખુશહાલ રહે છે. તો ચાલો તે ઉપાયો વિશે વિગતે જાણીએ.
ખુશહાલ જીવન માટે કરો આ 7 ઉપાય
વટ સાવિત્રીના દિવસે કાળી ગાય, જેના પર કોઇ બીજુ નિશાન ન હોય તેની પૂજા કરો. સાથે જ બુંદીના 8 લાડુ ખવડાવડીને ગૌ માતાની પરિક્રમા કરો. સાથે જ ગાયની પૂછડીને તમારા માથા પર 8 વાર લગાવો. માન્યતા છે કે આવું કરવાથી જીવન ખુશહાલ રહે છે. સાથે જ બધી સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે.
જો તમે ખરાબ નજરથી બચવા માગતા હોય તો કાળા સુરમા લઇને સુનસાન સ્થાન પર જઇને એક ફૂટનો ખાડો કરીને તેમાં દાટી દો. માન્યતા છે કે આવું કરવાથી નજર દોષ દૂર થાય છે.
જ્યોતિષ અનુસાર, વટ સાવિત્રી અને શનિ જયંતિના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો. માન્યતા છે કે આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ દેવના આશીર્વાદ મળે છે. ઘરમાં સુખ-શાંતિ આવે છે.
વટ સાવિત્રી અને શનિ જયંતિના દિવસે 800 ગ્રામ તલ અને 800 ગ્રામ સરસિયાના તેલનું દાન કરો. સાથે જ કાળા કપડા અને નીલમનું પણ દાન કરી શકો છો. માન્યતા છે કે આવું કરવાથી તમામ પરેશાનીઓ દૂર થઇ જશે.
વટ સાવિત્રીના દિવસે હનુમાન ચાલીસાની ચૌપાઇ વાંચતા વટ વૃક્ષની પરિક્રમા કરો. માન્યતા છે કે આવું કરવાથી શનિ દેવ અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.
પંચાંગ અનુસાર, વટ સાવિત્રીના દિવસે શનિ જયંતીનો પણ પર્વ આવી રહ્યો છે. તેથી આ દિવસે શનિ યંત્ર ધારણ કરો. સાથે જ કાળા ઘોડાની નાળ કે હોડીની ખિલ્લીની વીંટી આંગળીમાં ધારણ કરી શકો છો.
વટ સાવિત્રીના દિવસે 11 પાણીવાળા નારિયેળ, 400 ગ્રામ સફેદ અને કાળા તલ, 8 મુઠ્ઠી કોલસો, 8 મુઠ્ઠી જવ, 8 મુઠ્ઠી કાળા ચણા, 9 ખિલ્લી, નવા કાળા કપડામાં બાંધીને સાંજ થાય તે પહેલા તમારા માથા પરથી ઉતારીને સ્વચ્છ નદીમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થઇ શકે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)