ચિયા બીજનું વૈજ્ઞાનિક નામ સાલવિય હર્પેનીક છે. આ બીજ વધારે કરીને મેક્સિકોમાં મળે છે. ચિયા બીજ માં ઓમેગા – 3 ફેટી એસિડ, ફાઈબર, એન્ટી ઓક્સિડન્ટ, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપુર હોય છે. તેના કારણે જ ચિયા બીજને સુપર ફુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કાળા, સફેદ રંગના હોય છે.
આજની જીવનશૈલી સાથે મોટાપો ફ્રીમાં મળી રહ્યો છે. ઓફિસમાં ખુરશી પર બેસીને આખો દિવસ કામ કર્યા પછી, લોકો ઘણીવાર પાર્ટીઓમાં જાય છે. જ્યાં તેઓ તેલયુક્ત અને જંક ફૂડ ખાય છે. આવી સ્થિતિમાં સ્થૂળતા વધવી એ મોટી વાત નથી. સ્થૂળતા પોતાની સાથે અનેક રોગો પણ લાવે છે. આવી સ્થિતિમાં, તમે તમારા આહારમાં ચિયાના બીજનો સમાવેશ કરી શકો છો. દરરોજ તેનું સેવન કરવાથી તમે સ્થૂળતા ઘટાડી શકો છો.
ચિયા બીજનું વૈજ્ઞાનિક નામ સાલવિય હર્પેનીક છે. આ બીજ વધારે કરીને મેક્સિકોમાં મળે છે. ચિયા બીજ માં ઓમેગા – 3 ફેટી એસિડ, ફાઈબર, એન્ટી ઓક્સિડન્ટ, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપુર હોય છે. તેના કારણે જ ચિયા બીજને સુપર ફુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કાળા, સફેદ રંગના હોય છે.
દરરોજ ચિયા સીડ્સનું સેવન કરવાથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને બળતરા અટકાવી શકાય છે. ચિયા બીજ પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, ડાયેટરી ફાઈબર, કેલ્શિયમ અને એન્ટી-ઓક્સીડેન્ટ સારી માત્રામાં જોવા મળે છે.
ચિયા સીડ્સમાં સોલ્યુબલ ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે તમે ચિયા સીડ્સને પાણીમાં ભેળવીને પીવો છો તો વજન ઘટવા લાગે છે. ચિયા સીડ્સને પાણીમાં ભેળવીને પીવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. જે તમને વારંવાર ખાવાનું ટાળે છે. આ ખોરાકના શોષણને ધીમું કરે છે. આમ તમે ઓછી કેલરીનો વપરાશ કરો છો. આ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.
ચિયાના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જો તમે સવારે ખાલી પેટે ચિયા સીડ્સના પાણીનું સેવન કરો છો. તો તે તમારી પાચનતંત્રને મજબૂત બનાવે છે. દરરોજ ચિયાના બીજને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે આ પાણી પી લો. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તેના માટે સ્વસ્થ પાચન એ પ્રથમ આવશ્યક સ્થિતિ છે.
ચિયા સીડ્સ કાચા ન ખાવા જોઈએ. કારણ કે, તેનાથી પાચનક્રિયામાં ખલેલ પડી શકે છે. કાચા ચિયા બીજ ખાવાને બદલે, તમે તેને અડધા મિનિટ માટે પાણીમાં પલાળી શકો છો. પછી તેનું સેવન કરી શકાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)