જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવાય છે. બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક અને મિત્રનો કારક ગ્રહ છે. હાલ બુધ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરે છે. થોડા જ દિવસોમાં બુધ ગ્રહ રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ નિશ્ચિત સમય અંતરાલે પોતાની રાશિ બદલે છે. બુધનું રાશિ પરિવર્તન જ્યારે થાય છે તો તેની અસર દરેક રાશિને થાય છે. કેટલીક રાશિ માટે આ અસર શુભ હોય છે.
જ્યોતિષ ગણના અનુસાર 14 જુને રાત્રે 11.05 કલાકે વૃષભ રાશિમાંથી નીકળી બુધ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 29 જૂન સુધી મિથુન રાશિમાં જ બુધ ગોચર કરશે. બુધનો મિથુન રાશિમાં પ્રવેશ ત્રણ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. આ ત્રણ રાશિના લોકોને જબરદસ્ત લાભ થવાનો છે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ રાશિ વિશે.
વૃષભ
બુધનો મિથુન રાશિમાં પ્રવેશ વૃષભ રાશિના લોકો માટે લાભકારક છે. આ રાશિના લોકોને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોને બઢતી મળી શકે છે. પ્રમોશનની પ્રબળ સંભાવના છે. ધનની સમસ્યા હતી તો તે હવે દૂર થવા લાગશે. આવકના નવા સોર્સ ઉભા થશે. દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર થશે.
કન્યા
કન્યા રાશિના લોકો માટે પણ બુધનું ગોચર ફાયદાકારક છે. આ રાશિના લોકોના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. અટકેલા કામ પૂરા થવા લાગશે. વેપારીઓ માટે અનુકૂળ સમય. નફામાં વધારો થશે. નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. સંબંધ મજબૂત થશે.
તુલા
બુધનું રાશિ પરિવર્તન તુલા રાશિના લોકોને ફાયદો કરાવશે. માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. આવકના નવા સોર્સ બનશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. કારકિર્દી માટે સારો સમય. પ્રગતિના રસ્તા ખુલશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)