15 જૂન, શનિવારે ગ્રહોના રાજા સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 15 જૂને 12 કલાક 27 AM પર મિથુન રાશિમાં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર સિંહ, તુલા રાશિ સહિત 5 રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે. આ પાંચ રાશિના જાતકોને નોકરી, કારોબારમાં પ્રગતિની સાથે-સાથે માન-સન્માનની પ્રાપ્તિ થશે.
મેષ
સૂર્યનું મિથુન રાશિમાં ગોચર મેષ રાશિના જાતકો માટે પ્રગતિ અને આત્મવિશ્વાસનો સમય લઈ આવશે, જેનાથી કરિયરમાં પ્રગતિ, નવી નોકરીની તક, નાણાકીય લાભ અને સંબંધો મજબૂત બનશે. સ્વાસ્થ્ય સામાન્ય રૂપે સારૂ રહેશે. જે લોકો બિઝનેસને લઈને નવી રણનીતિઓ બનાવી રહ્યાં છે, તેની રણનીતિઓ સફળ બની શકે છે. સાથે નોકરી કરનાર જાતકોને લાભ મળશે.
વૃષભ
સૂર્યને માન-સન્માન પ્રાપ્ત કરવાનો સૂચક પણ માનવામાં આવ્યો છે, તેથી સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ વૃષભ રાશિના જાતકો માટે ફળયાદી સાબિત થશે. સૂર્યનું મિથુન રાશિમાં ગોચર આર્થિક દ્રષ્ટિએ ખુબ સારૂ રહેશે. તમે આ સમયમાં ખુબ કમાણી કરશો અને પરિવાર ઉપર ખર્ચ પણ કરશો. કરિયરની વાત કરીએ તો નોકરીમાં તમને સારા કામને લીધે એક નવી ઓળખ મળશે. બિઝનેસમાં લાભ થઈ શકે છે.
મિથુન
મિથુન રાશિના જાતકોને બિઝનેસમાં ખુબ લાભ થશે. સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરી રહ્યાં છે, તેથી મિથુન રાશિના જાતકો સફળતાની શિખરો સર કરશે. બિઝનેસના સિલસિલામાં બહાર જવું પડી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ ટ્રિપ પર જઈ શકો છો.
સિંહ
સૂર્યનું મિથુન રાશિમાં ગોચર સિંહ રાશિના જાતકો માટે લાભકારી રહેશે. સિંહ રાશિના લોકો નવી યોજનાઓ પૂરી કરવામાં સફળ થશે. કરિયરમાં મહેનતનું ફળ મળશે અને ઓફિસમાં તમારી પ્રશંસા થશે. આ દરમિયાન તમને પ્રમોશન પણ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને બચત કરવામાં સફળ થશો.
તુલા
સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ તુલા રાશિના જાતકો માટે ખાસ રહેશે. નોકરી કરનાર જાતકોને લાભ થશે. ખાસ કરીને નવી નોકરીની ઓફર મળી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. બિઝનેસના મામલામાં પ્રગતિ થશે. જે લોકો વિદેશી મુદ્દાના કારોબારમાં જોડાયેલા છે, તેને ખુબ લાભ થશે. કોઈ વિદેશી ગ્રાહકોથી લાભની સંભાવના છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)