આજના સમયમાં બેલી ફેટ એટલે કે પેટ અને કમરની વધેલી ચરબીની સમસ્યા સામાન્ય થતી જાય છે. ખરાબ લાઈફસ્ટાઈલ, આહાર શૈલી અને કલાકો સુધી બેસી રહેવાના કારણે પેટ અને કમરના ભાગે ચરબી વધી જાય છે. આ ચરબીને ઘટાડવી મુશ્કેલ કામ નથી. જો તમે ડાયટમાં કેટલાક શાકભાજીનો સમાવેશ કરો તો બેલીફેટ ઘટાડી શકાય છે. આજે તમને એવા શાકભાજી વિશે જણાવીએ જે પોષક તત્વોથી ભરપૂર છે અને ફેટ ઘટાડે છે.
બીન્સ
સંશોધનમાં સામે આવ્યું છે કે બીન્સનું સેવન કરવાથી સ્થૂળતાનું જોખમ ઘટાડી શકાય છે. તેમાં ઘુલનશીલ ફાઇબર વધારે માત્રામાં હોય છે. જે પેટની આસપાસ ચરબીને જામતી અટકાવે છે. તેનાથી બ્લડ સુગરનું સ્તર પણ કંટ્રોલમાં રહે છે.
શતાવરી
શતાવરીમાં ફેટ ખૂબ જ ઓછું હોય છે અને કેલરી પણ ઓછી હોય છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી કલાકો સુધી ભૂખ લાગતી નથી. શતાવરી કેલ્શિયમ, ઝીંક, મેગ્નેશિયમ, કોપર અને પોટેશિયમ સહિતના ખનીજથી ભરપૂર હોય છે.
શિમલા મિર્ચ
શિમલા મિર્ચ પોષક તત્વથી ભરપૂર હોય છે અને તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. એક વખત શિમલા મિર્ચ ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને વ્યક્તિ ઓવરઇટીંગ કરવાથી બચે છે. તેમાં ફાઇબર અને કેપ્સાઈસીન હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
બ્રોકલી
બ્રોકલી શક્તિશાળી શાકભાજી છે. જે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં ફાઇબર અને ખનીજ પણ હોય છે જે સ્વાસ્થ્ય સુધારે છે. એક કપ બ્રોકોલીમાંથી વિટામીન બી, વિટામીન b6, વિટામીન સી, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડ શરીરની જરૂરિયાત મુજબ મળી રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)