સનાતન ધર્મમાં કોઇપણ શુભ કાર્ય પહેલા કે કોઇ નવી વસ્તુ લાવવામાં આવે ત્યારે સૌથી પહેલા સ્વસ્તિક બનાવવામાં આવે છે. તમે પણ ઘરમાં બાઇક, કાર, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન વગેરે ઘરમાં લાવ્યા બાદ પૂજા દરમિયાન સ્વસ્તિકનું ચિહ્ન બનાવ્યું હશે. આ પરંપરા ઘણા હજારો વર્ષો જૂની છે અને આદિકાળથી ચાલતી આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું મહત્ત્વ શું છે અને આ ચિહ્નને કેમ બનાવવામાં આવે છે?
શા કારણે બનાવવામાં આવે છે સ્વસ્તિક?
સ્વસ્તિકને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. તેને શક્તિ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. તે આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને બહાર કાઢી સકારાત્મક ઉર્જા લાવે છે. એવું કહેવામાં આવે છે કે સ્વસ્તિક ભગવાન ગણેશનું સ્વરૂપ છે, તેથી કોઇપણ શુભ કાર્ય કરતાં પહેલા આ ચિહ્ન બનાવવામાં આવે છે.
પુરાણો અનુસાર, કોઇપણ શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા કરવાથી તેમાં કોઇપણ પ્રકારની અડચણ નથી આવતી. એવું માનવામાં આવે છે કે સ્વસ્તિક બનાવવાથી ગણેશજીનો વાસ થાય છે, જેનાથી તે કાર્ય કે વસ્તુ લાંબા સમય સુધી ચાલે છે.
સ્વસ્તિકની ચાર ભુજાઓનું મહત્ત્વ
સ્વસ્તિકની ચાર ભુજાઓ હોય છે અને હિન્દુ ધર્મ ગ્રંથોમાં સ્વસ્તિકની ચાર ભુજાઓને બ્રહ્માજીના ચાર મુખ, ચાર હાથ અને ચાર વેદના રૂપે સૂચવવામાં આવ્યાં છે. તેને ચારેય દિશાઓના રૂપમાં પણ જોવામાં આવે છે. એવી માન્યતા છે કેસ્વસ્તિકને કોઇપણ સ્થાન પર બનાવવાથી ત્યાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.
આ વસ્તુઓથી બનાવો સ્વસ્તિક
સ્વસ્તિક ચિહ્ન પૂજા દરમિયાન વિશેષ સ્થાન કે દેવભૂમિ, વિશેષ વસ્તુ, ઘરના મુખ્ય દ્વાર કે દીવાલો પર બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે હળદર, કુમકુમ, સિંદૂર અને ઘી સહિત ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તમે ચંદનથી પણ સ્વસ્તિક બનાવી શકો છો. સ્વસ્તિક બનાવવા માટે આ બધી વસ્તુઓ શુભ ફળ આપનારી માનવામાં આવી છે. તેવાામાં દીવાલો પર મોટાભાગે હળદર અને સિંદૂરથી સ્વસ્તિક બનાવવામાં આવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)