ભગવાન શિવનું પ્રતીક શિવલિંગ માત્ર એક પવિત્ર સ્થંભ અથવા સંરચના નથી, પરંતુ ભગવાન શિવની અનંત ઉર્જા અને શક્તિનું પ્રતિનિધિ છે. એના ત્રણ ભાગ હોય છે. નીચલા ભાગમાં ભગવાન બ્રહ્માનો વાસ થાય છે, મધ્ય ભાગમાં ભગવાન વિષ્ણુ રહે છે અને સૌથી ઉપરના ભાગમાં ભગવાન શિવ પોતે બિરાજે છે. આ પ્રકારે શિવલિંગ એક સાથે સૃષ્ટિ રચયિતા, પાલનકર્તા અને વિનાશકર્તા અને આ દેવોના ત્રણ કાર્યોનું મહા-પ્રતીક છે.
બીમારી અને રોગથી મુક્તિ
જો તમે કોઈ રોગ અથવા બીમારીથી પરેશાન છો, તો તમે દેશી ઘી થી ભગવાન શિવના દિવ્ય સ્વરૂપ શિવલિંગની પૂજા કરવી જોઈએ. જળમાં દેશી ઘી ભેળવી રોજ શિવલિંગ પર અર્પિત કરવાથી દરેક પ્રકારની બીમારીઓથી મુક્તિ મળે છે.
એશ્વર્ય પ્રાપ્તિના ઉપાય
જો તમે વૈભવપૂર્ણ અને એશ્વર્યશાળી જીવન જીવો છો, તો દરરોજ રાતે 11થી 12 વચ્ચે શિવલિંગની પૂજા કરો. આ સમયમાં તમારે શિવલિંગ સામે 1 દીવો પ્રગટાવી ભગવાન શિવના મંત્રનો જાપ કરવો જોઈએ.
પિતૃદોષમાંથી મુક્તિ
જો પિતૃદોષના કારણે તમારા જીવનમાં બાધા આવી રહી છે, તો તમારે શિવલિંગ પર સ્વચ્છ જળમાં જવ ભેળવી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. એનાથી પિતૃદોષ સમાપ્ત થાય છે અને પિતૃઓ અને પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે.
તમામ અવરોધોથી મુક્તિ
જો તમારું કામ અટકી ગયું છે અથવા તમે જે કાર્યનું આયોજન કર્યું છે તે પૂર્ણ નથી થઈ રહ્યું તો સ્વચ્છ અને શુદ્ધ પાણીમાં કાળા તલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરવો તમારા માટે વિશેષ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી જીવનની તમામ અડચણો દૂર થાય છે અને બગડેલા કામ પણ દૂર થાય છે.
દેવામાંથી રાહતના ઉપાય
દેવાનો બોજ સનાતન ધર્મમાં સારો માનવામાં આવતો નથી. આ પ્રગતિને અવરોધે છે. જો તમે દેવાના બોજથી પરેશાન છો તો એમાંથી મુક્તિ મેળવવા અને ધનની પ્રાપ્તિ માટે દરરોજ શિવલિંગ પર પાણીમાં અક્ષત (સફેદ અને કાળા ચોખા) મિક્સ કરીને અર્પણ કરવાથી લાભ થઈ શકે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)