સ્વસ્થ રહેવા માટે ઊંઘ જરૂરી છે. આ વાત સૌ કોઈ જાણે છે અને રોજ નક્કી પણ કરે છે કે વહેલા સુઈ જવું. દરેક વ્યક્તિ ઈચ્છે કે પથારીમાં પડ્યાની સાથે જ સારી ઊંઘ આવે. પરંતુ દરેક માટે આ શક્ય બનતું નથી. ઘણા લોકોને રાત્રે પગમાં દુખાવો અને બળતરા થતી હોય છે જેના કારણે ઊંઘ આવતી નથી. જો તમારી પણ આ સમસ્યા હોય અને તમે રાત્રે ઊંઘી શકતા નથી તો આજથી જ પગના તળિયામાં સરસવનું તેલ લગાડવાની શરૂઆત કરી દો.
જો તમારે પણ પથારીમાં પડ્યાની સાથે જ ઊંઘી જવું હોય અને સવાર સુધી ગાઢ ઊંઘ કરવી હોય તો રોજ રાત્રે પગના તળિયામાં તેલ લગાડીને સુવાની ટેવ પાડો. ખાસ કરીને જો રાત્રે પગમાં સરસવનું તેલ લગાડો છો તો તેનાથી તમને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે.
પગના તળિયામાં તેલ લગાડવાના ફાયદા
રાત્રે સુતા પહેલા પગના તળિયામાં સરસવનું થોડું તેલ લગાડીને માલિશ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.
જો તમે પગના તળિયામાં તેલ લગાડીને માલિશ કરો છો તો પિરિયડ સમયે થતી સમસ્યાઓ ઘણી હદે ઘટી જાય છે ખાસ કરીને પિરિયડ ક્રેમ્પથી છુટકારો મળે છે.
પગના તળિયામાં સરસવનું તેલ લગાડી માલિશ કરો તેનાથી તમને ગાઢ ઊંઘ આવશે.
રોજ રાત્રે પગના તળિયામાં માલિશ કરીને સુવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે જેના કારણે ઊંઘ પણ આવે છે અને એન્ઝાઈટી ઓછી થાય છે.
રાત્રે સુતા પહેલા પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવાથી શરીરમાં બ્લડ ફ્લો સુધરે છે.
પગના તળિયામાં સરસવનું તેલ લગાડીને માલિશ કરવાથી મગજ શાંત થાય છે જેના કારણે ઊંઘ ઝડપથી આવે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)