હિંદુ ધર્મમાં વટ પૂર્ણિમાના વ્રતનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે. વટ પૂર્ણિમા વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વ્રત વટ સાવિત્રી વ્રતની જેમ જ ઉજવવામાં આવે છે. આ દિવસે પણ પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વટવૃક્ષની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે, વટવૃક્ષમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નિવાસ કરે છે, તેથી જો તેની પૂજા કરવામાં આવે તો ત્રણેય દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.
આ વર્ષે ક્યારે છે ઉજવવામાં આવશે વટ પૂર્ણિમા વ્રત?
પંચાંગ અનુસાર આ વખતે પૂર્ણિમા તિથિ 21મીએ શુક્રવારે સવારે 7:32 કલાકે શરૂ થશે અને 22મીએ સવારે 6:38 કલાકે પૂર્ણ થશે. આ રીતે વટ પૂર્ણિમાના વ્રત 21મી જૂને જ રાખવામાં આવશે.
વટ પૂર્ણિમા પૂજા વિધિ
- વટ પૂર્ણિમા વ્રતના દિવસે સવારે સ્નાન કરીને લાલ કે પીળા રંગના વસ્ત્રો ધારણ કરો.
- આ પછી પૂજા સામગ્રીને પૂજા સ્થાન પર લઈ જાઓ.
- ત્યારબાદ વટવૃક્ષના મૂળમાં જળ અર્પણ કરો.
- ફૂલ, ચોખા, ગોળ, પલાળેલા ચણા, મીઠાઈ વગેરે ચઢાવો.
- આ પછી, વટના ઝાડની આસપાસ દોરો વીંટાળવો અને તેની સાત વાર પ્રદક્ષિણા ફરીને આશીર્વાદ લો.
- હવે હાથમાં ચણા લઈને વટ સાવિત્રીની કથા સાંભળો.
- આ દિવસે તમારી ક્ષમતા મુજબ દાન કરો.
વટ પૂર્ણિમા વ્રતનું મહત્ત્વ
એક દંતકથા અનુસાર, સાવિત્રીએ તેની તપસ્યા અને પવિત્રતાના બળે, મૃત્યુના દેવતા યમને તેના પતિ સત્યવાનને પાછું જીવન આપવા દબાણ કર્યું, તેથી પરિણીત મહિલાઓ તેમના પતિની સલામતી અને લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રતનું પાલન કરે છે. આ વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ પતિ સાથેના સંબંધો સારા રહે છે અને દામ્પત્યજીવન મધુર બને છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)