fbpx
Wednesday, October 9, 2024

વડના ઝાડમાં છે અનેક ઔષધીય ગુણો, જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

હિન્દુ ધર્મમાં વડના ઝાડની પૂજા કરવાની પરંપરા સદીઓ જૂની છે. વડના ઝાડને હિન્દુ ધર્મમાં અક્ષય વટ પણ કહેવામાં આવે છે. આ ઝાડનુ જેટલુ ધાર્મિક મહત્વ છે એટલુ જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો એવુ કહેવાય છે કે વડના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે.

આ ઉપરાંત જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો વડના ઝાડની જડ, થડ, ફળ ત્રણેયમાં જ ઔષધીય ગુણ જોવા મળે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં વડના ઝાડનુ મહત્વને વિસ્તાર પૂર્વક વર્ણિત કરવામાં આવ્યુ છે. આવો જાણીએ વડના ઝાડનુ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

ઓક્સીજનનો ખજાનો છે વડ વૃક્ષ

વડના વૃક્ષને ઓક્સીજનનો ખજાનો કહેવામાં આવે છે. કેટલાક વિશેષ વૃક્ષ એવા છે જે મોટા પ્રમાણમાં ઓક્સીજન ઉત્સર્જિત કરે છે. તેમાથી એક વડનુ ઝાડ પણ છે. વડ સાથે જ વાંસ, લીમડો અને તુલસીનુ ઝાડ ખૂબ વધુ માત્રામાં ઓક્સીજન પ્રદાન કરે છે. વૈજ્ઞાનિક શોધ મુજબ વડ, લીમડો, તુલસીનુ ઝાડ 1 દિવસમાં લગભગ 20 કલાકથી વધુ સમય સુધી ઓક્સીજનનુ નિર્માણ કરી શકે છે.

વટ વૃક્ષનુ ધાર્મિક મહત્વ

વડના ઝાડને હિન્દુ ધર્મમાં વટ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. વડના વૃક્ષની જડ જમીનમાં ખૂબ દૂર-દૂર સુધી ફેલાયેલી હોય છે. એવુ માનવામાં આવે છે કે વડની છાલમાં વિષ્ણુ, વડની જડમાં બ્રહ્મા અને તેની ડાળીઓમાં ભગવાન શિવ વિરાજમાન હોય છે.

ઔષધીય ગુણોથી ભરપૂર

વડના વૃક્ષનુ મહત્વ ફક્ત ધાર્મિક જ નથી પણ વડના વૃક્ષથી અનેક પ્રકારની ઔષધીયોનુ નિર્માણ પણ કરવામાં આવે છે. વડના પાનમાંથી નીકળતા દૂધને વાગવાના ઘા, મચકોડ કે સોજા પર દિવસમાં ત્રણ વાર લગાડીને માલિશ કરવાથી આરામ મળે છે. આ ઉપરાંત જો કોઈ ઘા કે ખુલ્લો ઘા હોય તો વડના ઝાડના દૂધમાં હળદર મિક્સ કરીને વાગવાના સ્થાન પર બાંધવાથી જલ્દી ઘા મા રૂઝ આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles