એસીડીટી એક એવી સ્વાસ્થ્ય સમસ્યા છે જે લગભગ દરેક વ્યક્તિને ક્યારેક તો થાય જ છે. ખાવા પીવાના સમયમાં ફેરફાર થાય કે તળેલું કે મસાલેદાર ભોજન કર્યું હોય તો એસીડીટી થઈ જાય છે. એસીડીટીમાં ખાટા ઓડકાર આવે છે અને છાતીમાં બળતરા પણ થાય છે. આવી સ્થિતિમાં લોકો વધારે પાણી પીવા લાગે છે જેથી બળતરા શાંત થાય પરંતુ એસિડિટીમાં વધારે પાણી પીવું હાનિકારક સાબિત થાય છે. તેનાથી એસિડિટી મટવાને બદલે વધી શકે છે. આયુર્વેદ અનુસાર જ્યારે એસિડિટીમાં તમે વધારે પાણી પીવો છો તો પિત્ત ઉપરની તરફ આવે છે. કારણે ગેસ, માથાનો દુખાવો અને ઉલટીની સમસ્યા પણ થવા લાગે છે. તેવામાં એસિડિટીથી દવા વિના તુરંત રાહત મેળવવી હોય તો જવનું પાણી કે ઉકાળો પીવો જોઈએ. આયુર્વેદ અનુસાર જવનું પાણી એસીડીટીના દર્દીઓને ફાયદો કરે છે.
આયુર્વેદ નિષ્ણાંતો અનુસાર જ્યારે એસીડીટી થઈ હોય ત્યારે જો વ્યક્તિ વધારે પાણી પીવે તો પિત્તની સમસ્યા પણ વધી જાય છે અને ગેસ પણ થાય છે. આવી સ્થિતિમાં પાણી પીવું હોય તો તેમાં જવ ઉમેરીને પીવું જોઈએ. એસીડીટી વારંવાર થતી હોય તેમણે જવનો ઉકાળો બનાવીને પીવો જોઈએ. આ ઉકાળો કેવી રીતે બનાવવો તે પણ જાણી લો.
એસીડીટી માટેનો ઉકાળો
જવનો ઉકાળો બનાવવા માટે બે લીટર પાણીમાં એક મુઠ્ઠી જવ, પીપળી અને પરવળનું પાન ઉમેરીને ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. ઠંડા થયેલા પાણીને બોટલમાં ભરેલો. હવે આ પાણીને જ્યારે તરસ લાગે ત્યારે થોડું થોડું પીવું. જે લોકોને અવારનવાર એસીડીટી થતી હોય તેમણે આ પાણી નિયમિત પીવું જોઈએ તેનાથી એસિડિટીની સમસ્યાથી કાયમી મુક્તિ મળે છે.
જવનું પાણી પીવાથી થતા અન્ય ફાયદા
જવનું પાણી પીવાથી એસિડિટીથી તો મુક્તિ મળે જ છે તેની સાથે શરીરને અન્ય ફાયદા પણ થાય છે. પા પાણી પીવાથી પેટ, લીવર, કિડની અને સ્કીન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
જવનું પાણી પીવાથી રક્ત સાફ થાય છે તે રક્તમાં જામેલા ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે.
જવનું પાણી પીવાથી હાર્ટનું સ્વાસ્થ્ય છે પણ સારું રહે છે. જવનું પાણી બેડ કોલેસ્ટ્રોલ દુર કરે છે અને ધમનીઓમાં જામેલા ફેટને દૂર કરે છે.
જો તમે શરીર ગ્લો લાવવા ઈચ્છતા હોય તો જવનું પાણી બેસ્ટ છે. આ પાણી પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ત્વચા સ્વસ્થ બને છે. તેનાથી ત્વચાની બનાવટમાં પણ સુધારો આવે છે અને ચહેરા પર તાજગી જળવાઈ રહે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)