GST એટલે? એક સામાન્ય ઉદાહરણથી સમજીએ.
કોઈ કુંવારો યુવક જ્યારે રાતે મોડો મોડો ઘરે આવે ત્યારે
એને કેટલા બધા લોકોને ઘરે મોડા આવવા બદલ જવાબ આપવા પડે.
બહેન, ભાઈ, મમ્મી, પપ્પા, દાદા, દાદી બધાને મોડા આવવાના
ખુલાસા કરવા પડે.
હવે આ યુવકના લગ્ન થઈ જાય પછી આ કોઈને ખુલાસા કરવાની
જરૂર નહિ માત્ર પત્નીને જ મોડા આવવા બદલ ખુલાસો રજુ કરવાનો રહે.
બસ આ જ છે GST. જુદા જુદા ઢગલાબંધ કર ને બદલે માત્ર એક જ કર. 😀
GST થી ડર એટલા માટે લાગે છે કે
ભાઈ, બહેન, મમ્મી, પપ્પા, દાદા, દાદી આ બધાને કોઈકને કોઈક
લાલચ આપીને સેટલમેન્ટ થઇ શકતું હતું પણ
પત્ની સાથે કોઈ સંજોગોમાં સેટલમેન્ટ થઇ શકે તેમ નથી.
સમજાઈ ગયો GST ?
😃😝😂🤣😜
એક જૂના જમાનાની કહેવત છે…
“જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”
અને
હવે ડિજિટલ જમાનાની કહેવત :
” જ્યાં ના પહોંચે એસટી ત્યાં પહોંચે જીએસટી “
😃😝😂🤣😜
જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.