વૈદિક પંચાંગ મુજબ 9 જુલાઈના રોજ બુધ બપોરે 12.29 વાગે આશ્લેષા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ આ જ દિવસે શુક્ર પણ પોતાની ચાલ બદલશે અને 9 જુલાઈના રોજ રાતે 9.44 વાગે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશશે. આવામાં ગ્રહોની ચાલ બદલાતા પહેલા આવનારા 15 દિવસ દરમિયાન પાંચ રાશિઓને ધનલાભ થઈ શકે છે. તેમને આકસ્મિક ધનલાભની સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થઈ શકે છે. જે રાશિઓનો ભાગ્યોદય થશે તે ભાગ્યશાળી રાશિઓ વિશે ખાસ જાણો.
વૃષભ
વૃષભ રાશિવાળાને ગત વર્ષે શેર માર્કેટમાં પૈસા લગાવ્યા હશે તો હવે પ્રોફિટ થઈ શકે છે. વેપારીઓના માન સન્માનમાં વધારો થઈ શકે છે. ડ્રીમ કાર ખરીદી શકો છો. બોસ તમારા કામથી ખુશ થઈને તમારું પ્રમોશન પણ કરી શકે છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
મિથુન
આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. ધન કમાવવાના નવા રસ્તા ખુલશે. પ્રાઈવેટ નોકરી કરી રહેલા લોકોના પ્રમોશન થવાના યોગ છે. વેપારમાં જલદી શાનદાર લાભ થઈ શકે છે. ઘરમાં કોઈનો સંબંધ નક્કી થઈ શકે છે જેના કારણે પરિવારમાં ખુશીઓનું આગમન થશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.
સિંહ
નોકરીયાતો મન લગાવીને કામ કરશે તો પ્રમોશનના ચાન્સ છે. હાલમાં જેમણે નવી દુકાન ખોલી હશે તેમને સારો એવો લાભ થઈ શકે છે. અનેક વર્ષો પહેલા કરાયેલા રોકાણથી હવે સારું રિટર્ન મળી શકે છે. શેર ખરીદવા માટે પણ ઉત્તમ સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
વૃશ્ચિક
સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને કરિયરમાં ઉન્નતિની નવી તકો મળી શકે છે. નોકરીયાતોને કંપની તરફથી ઈન્ટરનેશનલ સેમિનારમાં ભાગ લેવાની તક મળી શકે છે. લગ્નજીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. ધનની આવકના યોગ છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે.
મકર
દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. જેના કારણે નોકરીયાતોને પ્રમોશન થઈ શકે છે. આવકમાં વધારો થશે જેનાથી આર્થિક સ્થિતિ સુધરવા લાગશે. નવો વેપાર શરૂ કરવા માટે સારો સમય છે. બેરોજગાર લોકોને રોજગારીની નવી તકો મળી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)