ડાયેરિયા પાચન સંબંધિત સમસ્યા છે. આ તકલીફ બદલતા વાતાવરણમાં ઘણી વખત થઈ જાય છે. ઘણી વખત ખોરાકમાં ગડબડીના કારણે પણ લુઝ મોશન થઈ જાય છે. આ સ્થિતિ ખૂબ જ પરેશાન કરનાર હોય છે. જો લાંબા સમય સુધી ડાયેરિયા રહે તો શરીરમાં પાણી ઘટી જાય છે. જેના કારણે નબળાઈ પણ આવી શકે છે અને વજન પણ ઘટવા લાગે છે. ડાયેરિયા કેટલાક સમયમાં મટી પણ જાય છે. પરંતુ જો ડાયેરિયા મટે નહીં તુરંત જ ડોક્ટરની મદદ લેવી જોઈએ.
જ્યારે પણ ડાયેરિયા થાય ત્યારે ઘરે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે તમને ડાયેરિયા માટેના ઘરેલુ નુસખા જણાવીએ. જ્યારે કોઈને ડાયેરિયા હોય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેનાથી તબિયત વધારે ખરાબ થતી નથી. અને જો ડાયેરિયા સામાન્ય કારણથી હોય તો તે આ નુસખાથી મટી પણ જાય છે.
ડાયેરિયા માટે ઘરેલુ નુસખા
લુઝ મોશન હોય તો સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખો કે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો. જ્યારે પણ બાથરૂમ જઈને આવો તો એક ગ્લાસ પાણી પી લેવું.
ડાયરિયામાં દર્દીને ઇલેક્ટ્રોલાઇટ્સ પીવડાવતા રહેવું. જેનાથી શરીરમાં શક્તિ અને એનર્જી જળવાઈ રહે.
ડાયરિયામાં દર્દીને નાળિયેર પાણી પણ પીવડાવવું જોઈએ તેનાથી શરીરમાંથી નીકળી જતા પોષક તત્વોને મેન્ટેન કરી શકાય.
ડાયરિયા હોય તો ભર પેટ ભોજન કરવાને બદલે દિવસ દરમિયાન થોડી થોડી માત્રામાં ખોરાક લેવો. સાથે જ ભારે ખોરાક લેવાનું ટાળવું.
દિવસ દરમિયાન થોડી થોડી કલાકે પાણીમાં લીંબુ અને મીઠું તેમજ ખાંડ ઉમેરીને પીતા રહેવું. આ સિવાય સૂપ પણ પી શકાય છે.
ડાયરિયા હોય તો કેળા, ફ્રુટ, ફ્રુટના જ્યુસ જેવી વસ્તુઓનું સેવન વધારે કરવું.
લુઝ મોશન હોય ત્યારે ડેરી પ્રોડક્ટ તેમજ ગ્લુટનવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ સિવાય આથેલી વસ્તુને પણ અવોઇડ કરો. આવી વસ્તુઓ ખાવાથી ડાયેરિયાની સાથે પેટમાં દુખાવો અને બ્લોટીંગ પણ શરૂ થઈ શકે છે.
લુઝ મોશન જો મટે તો પણ તુરંત ભારે ખોરાક લેવાની શરૂઆત ન કરવી. ફાઇબર યુક્ત વસ્તુઓ ધીરે ધીરે લેવાની શરૂઆત કરો તેનાથી પાચન પર અસર નહીં થાય.
લુઝ મોશન હોય તો હિંગ હળદર અને મીઠું ઉમેરેલી મગની દાળની પાતળી ખીચડી ખાવી જોઈએ. તેનાથી શરીરને એનર્જી પણ મળે છે પેટ પણ ભરાય છે અને ડિહાઇડ્રેશન પણ થતું નથી.
વરસાદી વાતાવરણમાં ડાયેરિયા થવાની શક્યતાઓ વધી જાય છે. તેથી આ વાતાવરણમાં ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખો જે પણ શાકભાજી કે વસ્તુનો ખાવામાં ઉપયોગ કરવાનો હોય તેને સારી રીતે ધોઈને જ ઉપયોગમાં લેવી.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)