ચાર મહિના સુધી ચાલનારા મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું આગવું મહત્વ છે અને તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ જીને સમર્પિત કરવામાં આવે છે.
ક્યારે શરૂ થાય છે ચાતુર્માસ?
અષાઢ માસની શુક્લ પક્ષની અગિયારસએ ચાર્તુમાસના શરૂઆત થાય છે. આ દિવસને દેવશયની અગિયારસ ના નામે પણ ઓળખવામાં આવે છે.
દેવશયની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે અને ત્યાર બાદ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે અને ભગવાન શિવ વિષ્ણુ જીની યોગ નિદ્રામાં ગયા પછી સૃષ્ટીની તમામ ભાગદોડ પોતાના હાથમાં લે છે.
ચાર મહિના સુધી ચાલનારા ચાતુર્માસનો અંત દેવઉત્થાની અગિયારસના દિવસે થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રા માંથી જાગી જાય છે અને સૃષ્ટીની ભાગદોડ ફરી પોતાના હાથમાં લે છે. દેવઉત્થાની અગિયારસના દિવસથી તમામ શુભ અને માંગલિક કાર્યો કરવાની શરૂઆત થાય છે.
વર્ષ 2024માં દેવઉત્થાની અગિયારસ 12 નવેમ્બરના રોજ છે. આ દિવસે માંગલિક કાર્યો કરવાની શરૂઆત થાય છે. દેવઉત્થાની અગિયારસ કારતક માસની શુક્લ પક્ષની અગિયારસે આવે છે.
ચાર્તમાસ 2024 તિથિ
- વર્ષ 2024ના રોજ દેવશયની અગિયારસ 17 જુલાઈના રોજ છે.
- દેવશયની અગિયારસ 16 જુલાઈ 2024ની રાત્રે 8.35 મીનિટે શરૂ થાય છે.
- જેનું સમાપન 17 જુલાઈ 2024ની રાત્રે 9.04 મીનિટે થાય છે.
ચાર્તમાસમાં નથી કરવામાં આવતા માંગલિક કાર્યો
ચાર્તુમાસ દરમિયાન માંગલિક કામો નથી કરવામાં આવતા દેવઉઢની અગિયારસ પછી માંગલિક કામ કરવાની શરૂઆત થાય છે. આ ચાર મહિના દરમિયાન ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. ચાર્તુમાસમાં સગાઈ, મુંડન, લગ્ન, નામકરણ સંસ્કાર અને ગૃહ પ્રવેશ નથી કરવામાં આવતા. આ ચાર મહિના દરમિયાન તામસિક ભોજન પણ ન લેવુ જોઈએ. આ સમય દરમિયાન જાપ, ધ્યાન, પાઠ અને આત્મ-ચિંતન કરવું જોઈએ. આ ચાર મહિના દાન પુણ્યનું વિશેષ મહત્વ છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)