ઓફિસમાં વધારે કામના પગલે તણાવ અનુભવાય છે. જ્યારે વધારે કામના કારણે કેટલીક વાર ગુસ્સો આવે છે. જેને કાબૂમાં રાખવો ખૂબ મુશ્કેલ બની જાય છે. જેના પગલે ઘણી વખત ઓફિસના મિત્રો સાથે સંબંધો ખરાબ થઈ જાય છે. તો આજે આપણે જાણીશું કે ઓફિસમાં ગુસ્સા પર કેવી રીતે કાબૂ મેળવી શકાય.
ઓફિસમાં જો કોઈની સાથે તમારો ઝઘડો થયો હોય છે. તો તે વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઈએ.
જેથી સમસ્યાનો ઉકેલ આવે છે અને ગુસ્સા પર પણ કાબૂ મેળવી શકાય છે.
કેટલીક વાર ઓફિસમાં વધારે કામના કારણે તણાવ અનુભવા તો હોય કે ગુસ્સો આવતો હોય તો આવા સમયે તમારુ મન પસંદ સંગીત સાંભળો. સંગીત સાંભળવાથી ગુસ્સા પર નિયંત્રણ આવે છે.
ઘરે કે ઓફિસમાં જ્યારે પણ વધારે ગુસ્સો આવે ત્યારે પાણી પીવાથી પણ મગજ શાંત રહે છે. તેમજ 5 મીનીટ ઓફિસની બહાર જઈને વોક કરી શકો છો.
જ્યારે પણ તમને ગુસ્સો આવે છે. ત્યારે કોઈ અન્ય કામ કરવાનું શરૂ કરો, આનાથી તમારું ધ્યાન હટશે અને તમારો ગુસ્સો પણ ધીમે ધીમે શાંત થઈ જશે.
નાની બાબતોને નજર અંદાજ કરવી જોઈએ. તેમજ ઉંડા શ્વાસ લેવાથી પણ ગુસ્સો નિયંત્રણમાં આવે છે. આ ઉપરાંત તમારી મન પસંદ વાનગી ખાવાથી પણ ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)