fbpx
Thursday, November 28, 2024

આ ઘરેલું ઉપાય છે કબજિયાત માટે રામબાણ, રાત્રે કરો અને સવારે પેટ સાફ

કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. પરંતુ જો લાંબા સમય સુધી આ સામાન્ય સમસ્યા રહે તો તે ગંભીર બની જાય છે. નિયમિત રીતે પેટ સાફ આવે તે ખૂબ જ જરૂરી હોય છે. જો પેટ સાફ ન આવે તો પેટમાં દુખાવો, પેટ ફુલી જવું જેવી સમસ્યા થઈ શકે છે. કબજિયાતના કારણે મળ ત્યાગ કરવામાં પણ સમસ્યા રહે છે આ સમસ્યાના કારણે પણ ગંભીર રોગ વધી શકે છે. ઘણા લોકો કબજિયાત માટે દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ આ દવાઓ જ્યાં સુધી લેવામાં આવે ત્યાં સુધી પેટ સાફ આવે છે પછી ફરીથી કબજિયાતની ફરિયાદ થઈ જાય છે. આ સ્થિતિમાં જો કબજિયાતથી તમારે કાયમી મુક્તિ મેળવવી હોય અને વર્ષો જૂની કબજિયાત પણ મટાડી દેવી હોય તો આજે એક ઘરેલુ નુસખો જણાવીએ. 

આ ઘરેલુ નુસખો કરવાથી વર્ષો જૂની કબજિયાત પણ મટી જાય છે. આ ઘરેલું નુસખાનો ઉપયોગ કરવાથી કબજિયાતથી કાયમી છુટકારો મળે છે. વર્ષો જૂની કબજિયાત પણ મટાડી દેવી હોય તો ગરમ પાણી સાથે એક ચમચી ત્રિફળાનું રોજ રાત્રે સેવન કરી લેવું. થોડા દિવસ નિયમિત ત્રિફળાનું સેવન કરશો એટલે કબજિયાત મટી જશે. આ સિવાય સવારે તમે હૂંફાળા પાણી સાથે ત્રિફળા મિક્સ કરીને પણ પી શકો છો તેનાથી પણ પેટ સાફ આવી જાય છે..

ત્રિફળા એક આયુર્વેદિક ઔષધી છે જેમાં આમળા, હરડે અને બેહડાનું મિશ્રણ હોય છે. ત્રિફળા પાચનતંત્ર માટે ફાયદાકારક હોય છે. ત્રિફળામાં રહેલું ફાઇબર મળને નરમ બનાવે છે અને આંતરડાની ગતિશીલતા વધારે છે. ત્રિફળાનુ સેવન કરવાથી આડઅસર વિના કબજિયાતથી મુક્તિ મળે છે. 

કબજિયાત મટાડવાના અન્ય ઘરેલુ નુસખા 

કબજિયાતથી બચવું હોય તો દિવસ દરમિયાન ભરપૂર માત્રામાં પાણી પીતા રહેવું. 

ઇસબગોલ પણ નેચરલ ફાઇબરથી ભરપૂર વસ્તુ છે જે મળને નરમ બનાવે છે તેનું સેવન કરવાથી પણ મળ ત્યાગ સરળતાથી થાય છે. 

દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનતંત્રને ફાયદો કરે છે ભોજન સાથે તેનું સેવન કરવાથી પાચન સારું રહે છે. 

કેળા પોટેશિયમનો સારો સોર્સ છે તે મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles