વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ લગભગ લગભગ 18 મહિના બાદ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ 5 દિવસ બાદ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. વૃષભ રાશિ પર શુક્ર ગ્રહનું આધિપત્ય છે અને જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ અને મંગળ દેવમાં મિત્રતાનો ભાવ છે. તેથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિ વધી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
મેષ
તમારા લોકો માટે મંગળ ગ્રહનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી ધન ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે વેપારી પોતાના કૌશલનો લાભ ઉઠાવશે અને સારો નફો કમાવામાં સફળ થશે. તમારી ઘરેલુ સુખ સુવિધામાં વધારો થશે. સાથે આ સમયે વેપારીઓને અપાર ધન મળી શકે છે. આ સમયમાં તમારા કમ્યુનિકેશનમાં સુધાર જોવા મળશે. જેનાથી લોકો પ્રભાવિત થશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે.
કર્ક
મંગળ ગ્રહનું ગોચર તમારા લોકો માટે શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાન પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને પ્રોપર્ટીમાં લેતી-દેતીનો લાભ થઈ શકે છે. સાથે વેપારીઓ વેપારના વિસ્તારની યોજના બનાવશે અને સારો લાભ મેળવશે. આ સમયે તમને રોકાણથી લાભ થઈ શકે છે. તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક
તમારા લોકો માટે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી સપ્તમ ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. નોકરી કરનાર જાતક જો નોકરીમાં ફેરફારની યોજના બનાવી રહ્યાં છે તો તેને આ દિશામાં સફળતા મળશે. આ દરમિયાન તમને જીવનસાથીનો સાથ મળશે. તમારા જીવનસાથીની પ્રગતિનો યોગ પણ બની રહ્યો છે. તમારી સુખ સુવિધામાં વધારો થશે અને સમાજમાં માન સન્માન પણ વધશે. આ દરમિયાન તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. ભાગીદારીના કામથી લાભ થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)