એક પેશન્ટે ડોક્ટરને કહ્યું,
‘ડોક્ટર, મને બહુ અજબ જાતની તકલીફ થાય છે.
જયારે હું છીંક ખાઉં છું ત્યારે મારી હથેળીમાં ખંજવાળ આવે છે.
અને જયારે હું ખાસી ખાઉં છું ત્યારે પગના તળિયામાં
કાંટા ભોકાતા હોય એવું લાગે છે અને
જયારે હું બગાસા ખાઉં છું ત્યારે મારી પીઠમાં સણકા મારે છે.’
‘અચ્છા ?’ ડોકટરે દસ મિનીટ સુધી જાત જાતની રીતે તપાસ કરી.
પછી કંઈ સમજ ના પડી એટલે પુછવા ખાતર પૂછ્યું
‘આવું તમને પહેલા કદી થયેલું ?’
‘હા, બે વરસ પહેલા આવું જ થતું હતું.’
‘ઓકે.’ ડોકટરે પેશન્ટને ખભે હાથ મૂકતા કહ્યું
‘હવે એ તમને એ ફરીથી થયું છે…’
😅😝😂😜🤣🤪
એક બહુ મોટી કોર્પોરેટ કંપનીના માલિકનો એક રિપોર્ટર ઈન્ટરવ્યું
લઇ રહ્યો હતો. રીપોર્ટરે પૂછ્યું : ‘સર, તમારી સફળતાનું રહસ્ય શું છે ?’
‘બે શબ્દો.’
‘ક્યાં બે શબ્દો ?’
‘રાઈટ ડિસીઝન્સ !’
‘વાઉ !’ રિપોર્ટર ખુશ થઇ ગયો. તેણે આગળ પૂછ્યું,
‘તમે રાઈટ ડિસીઝન્સ શી રીતે લો છો ?’
‘બે શબ્દો.’
‘ક્યાં બે શબ્દો ?’
‘પુરતો શબ્દો ?’
‘પુરતો અનુભવ !’
‘વાઉ ! અને તમને પૂરતો અનુભવ ક્યાંથી મળી રહે છે ?’
‘બે શબ્દો.’
‘ક્યાં બે શબ્દો ?’
‘રોંગ ડિસીઝન્સ !’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)