fbpx
Wednesday, November 27, 2024

તકમરીયા કાળ છે અનેક બીમારીઓનો, સેવનથી થશે ગજબના ફાયદા

તમારા હાડકાંને મજબૂત કરવા ઈચ્છો છો તો તમારે ભરપૂર માત્રામાં દહીં, દૂધ અને પનીર ખાવા જોઈએ. એ સાચું છે કે ડેરી ઉત્પાદનોનું સેવન શરીરને મજબૂત બનાવવા માટે ફાયદાકારક છે, પરંતુ બીજી ઘણી વસ્તુઓ પણ શરીરને સ્ટીલની જેમ મજબૂત બનાવી શકે છે. આમાં ખૂબ જ નાના દેખાતા તકમરીયાનો સમાવેશ થાય છે. તકમરીયાને કેલ્શિયમ અને પ્રોટીન સહિત અસંખ્ય પોષક તત્વોનો ખજાનો ગણી શકાય.

જો એક ચમચી બીજનું રોજ સેવન કરવામાં આવે તો લોકોને ઉત્તમ લાભ મળી શકે છે.

તકરીયામાં એન્ટીઓક્સીડેન્ટ, મિનરલ્સ, ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ પોષક તત્વો સ્વાસ્થ્યને સુધારી શકે છે. ઘણા સંશોધનો અનુસાર, 2 ચમચી તકમરીયામાં લગભગ 9.7 ગ્રામ ફાઇબર, 4.6 ગ્રામ પ્રોટીન અને 6.7 ગ્રામ પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. આ સિવાય આ નાના બીજમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો પણ હોય છે. તકમરીયાના બીજને તમારી કોઈપણ ખાદ્ય સામગ્રીમાં ઉમેરીને ખાઈ શકો છો.

તકમરીયાના ફાયદા

નાના ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે અઢળક ફાયદાઓ આપી શકે છે. ઘણા સંશોધનોએ બતાવ્યું છે કે ચિયાના બીજનું નિયમિત સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં, પાચનતંત્રમાં સુધારો કરવામાં અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. ચિયા બીજ આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ બીજ શરીરને મુક્ત રેડિકલની ખતરનાક અસરોથી બચાવી શકે છે. રોજ એક ચમચી ચિયા સીડ્સ ખાવાથી હૃદયરોગનું જોખમ ઓછું થઈ શકે છે. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ચિયા સીડ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તકમરીયા હાડકાં માટે લાભદાયી

ચિયાના બીજને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે અને આ બીજનું સેવન કરવાથી તમારા હાડકાં મજબૂત થઈ શકે છે. આ બીજમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સૌથી વધુ માત્રામાં જોવા મળે છે, જે હાડકાની ઘનતામાં સુધારો કરી શકે છે. આ બીજ હાડકાંને મજબૂત કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ચિયાના બીજ પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે. આ બીજ કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપી શકે છે. ચિયા બીજ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles